Home> Entertainment
Advertisement
Prev
Next

Drishyam 2 ના મેકર્સે આપી ભેટ, એડવાન્સ બુકિંગમાં મળશે 50 ટકા ડિસ્કાઉન્ટ

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 જલદી રિલીઝ થવાની છે. જે રીતે બ્રહ્માસ્ત્રની ટિકિટના ભાવ સિનેમા દિવસ પર ઘટાડવામાં આવ્યા તો મોટો ફાયદો મળ્યો હતો. દ્રશ્યમ 2ના મેકર્સે પણ આવી ટ્રિક અપનાવી છે. 

Drishyam 2 ના મેકર્સે આપી ભેટ, એડવાન્સ બુકિંગમાં મળશે 50 ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ અજય દેવગનની આવનારી ફિલ્મ 'દ્રશ્યમ 2'ની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. હાલમાં અજય દેવગને ફિલ્મનું ટીઝર શૂર કર્યું. આ ફિલ્મ 2015માં આવેલી 'દ્રશ્યમ'ની સીક્વલ છે. સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય છે. આ પહેલા મેકર્સે દર્શકોને શાનદાર ભેટ આપી છે. જે રીતે બ્રહ્માસ્ત્રની ટિકિટના ભાવ રાષ્ટ્રીય સિનેમા દિવસ પર ઘટાડવામાં આવ્યા તો તેને જબરદસ્ત ફાયદો મળ્યો હતો. દ્રશ્યમ 2ના મેકર્સે પણ આવી ટ્રીક અપનાવી છે. 

fallbacks

તારીખ સાથે છે ખાસ કનેક્શન
'દ્રશ્યમ 2'ની ટિકિટ 50 ટકા છુટની સાથે બુક કરી શકો છો પરંતુ કેટલીક શરતો છે. આ ઓફર માત્ર રવિવાર (2 ઓક્ટોબર) માટે છે. સાથે ઓપનિંગ ડે (18 નવેમ્બર) ની ટિકિટ બુક કરવી પડશે. જે લોકોએ દ્રશ્યમ જોઈ છે તેને ખ્યાલ છે કે 2 ઓક્ટોબરની તારીખનું ફિલ્મ સાથે ખાસ કનેક્શન છે. આ કારણે મેકર્સે 2 ઓક્ટોબર માટે ઓફર લોન્ચ કરી છે. આ પ્રથમ ફિલ્મ છે જેનું ઓપનિંગ ડે એડવાન્સ બુકિંગ આ રીતે સ્પેશિયલ ઓફરની સાથે શરૂ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ તારક મેહતા'ના આ એક્ટરને ઓળખી શક્યા તમે? ચાર ઓપ્શનમાં પસંદ કરો સાચો જવાબ

મલ્ટીપ્લેક્સ ચેનની સાથે કરાર
દ્રશ્યમ 2ની ટીમે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું- આ વર્ષે 2 ઓક્ટોબર માર્ક કરી લો, દ્રશ્યમ 2ના નિર્માતા પોતાના તરફથી પ્રથમ આ પ્રકારનું એસોસિએશન કર્યું છે. મેકર્સે મલ્ટીપ્લેક્સ ચેનની સાથે કરાર કર્યો છે કે દ્રશ્યમ-2ના રિલીઝ પર 50 ટકા છુટની ઓફર મળે.

ક્યારે ફિલ્મ થશે રિલીઝ
નોંધનીય છે કે દ્રશ્યમ-2માં અજય દેવગન, તબ્બૂ, ઇશિતા દત્તા, અક્ષય ખન્ના, રજત કપૂર અને શ્રિયા સરન લીડ રોલમાં છે. આ 2021માં આ નામથી આવેલી મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક છે. ફિલ્મ 18 નવેમ્બર 2022ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More