નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને શરૂ થઇ ડ્રગ્સ રેકેટની તપાસમાં નવો વળાંક આવી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ટીમે આ મુદ્દે આજે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબી ઓફિસમાં પૂછપરછ કરી.
સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ
જ્યાં થોડીવાર પહેલાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે પૂછપરછ પુરી થઇ તો બીજી તરફ હવે લગભગ 5 કલાકની પૂછપરછ બાદ હવે સારા અલી ખાન (Sara Ali Khan) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ઓફિસથી બહાર આવી ચૂકી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
પૂછ્યા આ પ્રશ્નો
આ પૂછરપછમાં એનસીબીએ પવાના લેકમાં પાર્ટી સહિત ઘણા પ્રશ્નો પૂછ્યા 'કેદારનાથ' ફિલ્મ બાદ સુશાંતની સાથે રજાઓ માણવાના પ્રશ્નો સારા અલી ખાનને પૂછવામાં આવ્યા. આજે શ્રદ્ધા કપૂર સાથે સાડા પાંચ કલાક અને સારા સાથે સાડા ચાર કલાક પૂછપરછ કરવામાં આવી. શ્રદ્ધા સાથે 'છિછોરે' ના સફળ થવા પર પૂણેમાં શૂટિંગ બાદ hangout villa માં રાખવામાં આવેલી પાર્ટીમાં જોડાવવાને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા છે.
ત્રણ દિવસમાં રિપોર્ટ
અત્યાર સુધી ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ડીજીને આગામી 3 દિવસમાં મોકલવામાં આવશે. મુંબઇ ઝોનલ પોતાનો અલગ રિપોર્ટ સોંપશે જ્યારે દિલ્હી એસઆઇટીની ટીમ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે.
એનસીબીના સૂત્રોના અનુસાર એનસીબી અત્યાર સુધીની તપાસનો ડિટેલ રિપોર્ટ એનસીબીને ડીજી રાકેશ અસ્થાનાને મોકલશે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે