Home> Entertainment
Advertisement
Prev
Next

નશામાં ધૂત રવીના ટંડને મહિલાઓ સાથે મારપીટ કરી, વાયરલ થયો ઘટનાનો વીડિયો

raveena tandon assault video : બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન પર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ મહિલાઓ પર હુમલો કરવાનો આરોપ છે. પીડિતાનો દાવો છે કે અભિનેત્રી નશામાં હતી. તેમના ડ્રાઈવરે ત્રણેયની ઉપર દોડીને તેમને માર માર્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

નશામાં ધૂત રવીના ટંડને મહિલાઓ સાથે મારપીટ કરી, વાયરલ થયો ઘટનાનો વીડિયો

bollywood news : અભિનેત્રી રવિના ટંડનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેની અને તેના ડ્રાઈવર સામે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. શનિવાર, 1 જૂનની મોડી રાત્રે, અભિનેત્રી પર મુંબઈના બ્રાન્ડા વિસ્તારમાં ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં, રવિનાને સ્થાનિક લોકોએ ઘેરીને હુમલો પણ કર્યો હતો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિના ટંડનના ડ્રાઇવર પર રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર બેફામ ડ્રાઇવિંગ અને ત્રણ લોકોને ટક્કર મારવાનો આરોપ છે. તે જ સમયે જ્યારે અભિનેત્રીને આ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રી કથિત રીતે નશાની હાલતમાં હતી. તે તે અવસ્થામાં કાલમાંથી બહાર આવી અને પીડિતો સાથે દુર્વ્યવહાર કરવા લાગી. તેમની સાથે લડાઈ શરૂ કરી.

સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા

રવિના ટંડન અને તેના ડ્રાઈવર પર આરોપો
વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, સ્થાનિક અને પીડિત મહિલાએ રવિનાને ચારે બાજુથી ઘેરી લીધી છે અને પોલીસને બોલાવી છે. એક વ્યક્તિ પાછળથી બૂમો પાડીને કહી રહ્યો છે કે અભિનેત્રી તેની માતા પર દોડી ગઈ છે. તે જ સમયે, રવિના ટંડને લોકોને કહ્યું કે કૃપા કરીને દબાણ ન કરો. મને મારશો નહી.' તે કહેતી જોવા મળે છે. લોકોનો એટલો શોરબકોર છે કે વીડિયોમાં કશું સ્પષ્ટ સંભળાતું નથી.

 

 

પીડિતાના પુત્રએ રવિના ટંડન પર આરોપ લગાવ્યો
વીડિયોમાં એક વ્યક્તિ પાછળથી પોતાને પીડિતાનો પુત્ર હોવાનું જણાવે છે. કહે છે મારું નામ મોહમ્મદ છે. અને જ્યારે તેની માતા, બહેન અને ભત્રીજી રવિના ટંડનના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડ્રાઈવરે તેમને ખરાબ રીતે ટક્કર મારી હતી. આટલું જ નહીં, વ્યક્તિએ તેના પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો.  તે પછી રવિના ટંડન બહાર આવી. તે દારૂના નશામાં હતી. તેઓએ મારી માતાને માર માર્યો અને તેનું માથું તૂટી ગયું. મારી ભત્રીજીનું માથું ફૂટ્યું. અમે 4 કલાકથી ખાર પોલીસ સ્ટેશનમાં ઉભા છીએ. પરંતુ અમારી વાત સાંભળવામાં આવતી નથી. અમારો કેસ કોઈ લઈ રહ્યું નથી. અમને ન્યાય જોઈએ છે.

અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More