Home> Entertainment
Advertisement
Prev
Next

First Photo: The Rock એ 10 વર્ષ જૂની ગર્લફ્રેંડ સાથે હવાઇમાં ગુપચુપ કર્યા લગ્ન

ધ રોકે પોતાના ઇંસ્ટાગ્રામ પર લગ્નનો પ્રથમ ફોટો શેર કર્યો છે,જેમાં લોરા અને ડેવનની વાઇટ વેડિંગની સુંદર ઝલક જોવા મળી રહી છે. ડ્વેન જોનસને ઇંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં લખ્યું કે ' We Do. 18 ઓગસ્ટ. 2019. હવાઇ'

First Photo: The Rock એ 10 વર્ષ જૂની ગર્લફ્રેંડ સાથે હવાઇમાં ગુપચુપ કર્યા લગ્ન

નવી દિલ્હી; ડબ્લ્યૂઇ રેસલિંગની દુનિયામાંથી હોલીવુડ ફિલ્મોમાં પગ મુકનાર જાણીતા અભિનેતા ડ્વેન જોનસન ઉર્ફ 'ધ રોક' અંતિમકાર પોતાની 10 વર્ષ જૂની ગર્લફ્રેંડ લોરા હાશિયાના સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની પ્રથમ તસવીર રોકે ખુદ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ તો 47 વર્ષના ડ્વેન હોલીવુડના જાણિતા સ્ટાર છે પરંતુ તેમણે પોતાના લગ્ન ખૂબ પ્રાઇવેટ રાખ્યા અને તેમાં ફક્ત નજીકના સંબંધીઓ સામેલ થયા હતા. લોરા અને ડ્વેન ગત 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

fallbacks
 
We do. August 18th, 2019. Hawaii. Pōmaikaʻi (blessed) @laurenhashianofficial❤️ @hhgarcia41📸

A post shared by therock (@therock) on

ધ રોકે પોતાના ઇંસ્ટાગ્રામ પર લગ્નનો પ્રથમ ફોટો શેર કર્યો છે,જેમાં લોરા અને ડેવનની વાઇટ વેડિંગની સુંદર ઝલક જોવા મળી રહી છે. ડ્વેન જોનસને ઇંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં લખ્યું કે ' We Do. 18 ઓગસ્ટ. 2019. હવાઇ'

ધ રોક વર્ષ 2008થી લોરાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે જોનસનના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેમના લગ્ન ડૈની ગાર્સિયા સાથે થયા હતા જે તેમની બિઝનેસ પાર્ટનર પણ હતી. આ પહેલા લગ્નથી ડ્વેનને ત્રણ બાળકો છે. તેમની સૌથી મોટી પુત્રી સિમોન એકેલ્ઝેંડર તાજેતરમાં જ 18 વર્ષની થઇ છે. ડ્વેન અને ડૈની 2007માં સહમતિ સાથે એકબીજાથી અલગ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More