Home> Entertainment
Advertisement
Prev
Next

Raj Kundra: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો

Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી મુસીબતમાં ફસાઈ છે. પતિ રાજ કુન્દ્રાને લઈને તેની મુસીબત વધી છે. તાજેતરમાં જ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોર્નોગ્રાફી મામલે તેના ઘરે દરોડા કરવામાં આવ્યા છે.

Raj Kundra: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો

Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને પ્રોડ્યુસર રાજ કુન્દ્રાના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. ઇડીના અધિકારીઓ દ્વારા રાજ કુન્દ્રાના ઘરે વહેલી સવારે 06:00 વાગ્યાથી જ તપાસ ચાલી રહી છે. રાજ કુન્દ્રાના સાન્તાક્રુઝ ખાતે આવેલા ઘરે દરોડા પડ્યા છે. રાજ કુંદ્રાની આ પહેલા પણ પોર્નોગ્રાફી મામલે ધરપકડ થઈ ચૂકી છે. 

fallbacks

આ પણ વાંચો: અનુરાગ કશ્યપની ફિલ્મ 'પાંચ' 22 વર્ષ પછી થશે રિલીઝ, આ કારણથી ફિલ્મ પર હતો પ્રતિબંધ

આ અંગે મળતી જાણકારી અનુસાર ઈડીની આ કાર્યવાહી મુંબઈ અને ઉત્તર પ્રદેશના લગભગ 15 સ્થાનોએ કરવામાં આવી છે. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે આ દરોડા પોર્નોગ્રાફી રેકેટ થી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કરવામાં આવી છે. આ પહેલા પણ પોલીસ રાજ કુંદ્રા વિરુદ્ધ તપાસ કરી ચૂકી હતી. હવે ઈડી આર્થિક અપરાધો હેઠળ તપાસ ચલાવી રહી છે. 

આ પણ વાંચો:  Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી

મહત્વનું છે કે જુલાઈ 2021 માં ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ત્યાર પછી તેને જામીન મળી ગઈ હતી. જામીન મળ્યા પછી રાજ કુન્દ્રાએ પોતાના પર લાગેલા બધા જ આરોપોને ખોટા ગણાવ્યા હતા. આજે જે કાર્યવાહી થઈ છે તેમાં ઇડીની ટીમે રાજ કુન્દ્રાના ઘર, ઓફિસ અને અન્ય જગ્યાઓ પર દરોડા કર્યા છે. અધિકારીઓએ કેટલાક દસ્તાવેજ, બેન્ક રેકોર્ડ અને ડિજિટલ ઇન્ક્રીપમેન્ટ જપ્ત કર્યા છે. 

આ પણ વાંચો: સલમાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની

તપાસમાં આરોપ છે કે રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓએ ગેરકાનૂની રીતે પોર્નોગ્રાફી વિડીયો બનાવ્યા છે અને તેને અલગ અલગ એપ્લિકેશન અને વેબસાઈટ પર અપલોડ કર્યા છે. આ વિડીયોથી જે પૈસાની આવક થઈ છે તેનો ઉપયોગ મની લોન્ડરિંગમાં કરવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More