લંડનઃ સિંગર-સોન્ગ રાઇટર એડ શીરન અને તેની પત્ની ચેરી સીબર્ન એક પુત્રીના માતા-પિતા બની ગયા છે. બંન્ને પોતાના પ્રથમ બાળકથી ખુબ ખુશ છે. એડ શીરન અને ચેરી સીબર્ને પોતાની પુત્રીનું નામ લાયરા રાખ્યું છે. સિંગરે આ ખુશીના સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા છે. તેણે એક તસવીર શેર કરી છે જેમાં બે નાના મોજા જોવા મળી રહ્યાં છે.
એડ શીરને સોશિયલ મીડિયા પર લખ્યું, 'મારી પાસે એક અંગત સમાચાર છે જે હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. પાછલા સપ્તાહે ચેરીએ એક સુંદર અને સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો- લાયરા અંટાર્કટિકા સીબર્ન શીરન. અમે સંપૂર્ણ રીતે તેના પ્રેમમાં છીએ. માતા અને બાળક બંન્ને કમાલ કરી રહ્યાં છે, અમે ખુબ ખુશ છીએ. અમે આશા રાખીએ કે તમે આ સમયે અમારી પ્રાઇવેસીનું સન્માન કરી શકો છો. ઘણો બધો પ્રેમ અને સમય આવવા પર તમને મળીશું.'
એડ શીરને પોતાની ગર્લફ્રેન્ડ ચેરી સીબર્ન સાથે વર્ષ 2018મા લગ્ન કર્યા હતા. પરંતુ તેણે લગ્નની જાણકારી જાન્યુઆરી, 2019મા આપી હતી. તેણે પોતાની પત્ની વિશે વાત કરતા કહ્યું હતું કે, તે પોતાની પત્નીને ખુબ પ્રેમ કરે છે અને તે વાતથી હેરાન છે કે વિશ્વમાં આટલા લોકો હોવા છતાં ચેરીએ પતિના રૂપમાં તેની પસંદગી કરી.
એડ શીરને ચાર વર્ષની ઉંમરમાં એક ચર્ચમાં ગાવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેના ગીતના વીડિયો યૂટ્યૂબ પર પણ લોકપ્રિય બન્યા. 2017મા રિલીઝ થયેલું તેનું 'શેપ ઓફ યૂ' ગીત એટલું જાણીતું બન્યું કે બ્રિટન જ નહીં પરંતુ વિશ્વમાં પસંદ કરવામાં આવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે