Home> Entertainment
Advertisement
Prev
Next

Jacqueline Fernandez મોટી મુશ્કેલીમાં! ED એ 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે મામલો

બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. જબરદસ્તીથી વસૂલી કેસમાં ઈડીએ અભિનેત્રી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

Jacqueline Fernandez મોટી મુશ્કેલીમાં! ED એ 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે મામલો

નવી દિલ્હી: બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. જબરદસ્તીથી વસૂલી કેસમાં ઈડીએ અભિનેત્રી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ અટેચ્ડ સંપત્તિમાં જેકલીનની 7.12 કરોડની ફિક્સ ડિપોઝિટ પણ સામેલ છે. પ્રોપર્ટી અને ભેટ જેકલીનને સુકેશ ચંદ્રશેખરે આપેલા હતા. 

fallbacks

વસૂલીના પૈસાથી આપી ભેટ
ઈડીના જણાવ્યાં મુજબ પકડમાં આવેલો ઠગ સુકેશ ચંદ્રશેખરે વસૂલીના પૈસાથી જેકલીનને 5.71 કરોડની ભેટ આપી હતી. સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને પણ પૈસા મોકલાવ્યા હતા. અત્રે જણાવવાનું કે સુકેશ સાથેના જેકલીનના અંગત પળના ફોટા પણ વાયરલ થયા છે. સુકેશે દિલ્હીની જેલમાં હતો ત્યારે એક મહિલાના 215 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારબાદ તેણે જેકલીનને આ જ પૈસામાંથી કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં હીરાના દાગીના, 52 લાખનો ઘોડો વગેરે સામેલ છે. 

બોલીવુડ અભિનેત્રી હાલ તો મોટી મુશ્કેલીમાં જોવા મળી રહી છે કારણ કે ઈડીના જણાવ્યા મુજબ જેકલીન વિરુદ્ધ આ તો શરૂઆતની કાર્યવાહી છે. કેસમાં તે હજુ પણ વધુ ફસાઈ શકે છે. વધુ સંપત્તિ જપ્ત થઈ શકે છે. ઈડી છેલ્લા એક વર્ષથી આ મામલે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More