Krushna Abhishek in The Kapil Sharma Show: ટૂંક સમયમાં કપિલ શર્મા શોની નવી સિઝનનું આગાઝ થવા જઈ રહ્યુ છે. હાલમાં થયેલા પ્રોમો શૂટ બાદ આ વાત કન્ફર્મ થઈ ગઈ છે. પરંતુ શો સાથે જોડાયેલી એક ચોંકાવનારી ખબર પણ સામે આવી જે મુજબ કૃષ્ણા અભિષેક હવે શોનો હિસ્સો નહીં રહે. કૃષ્ણાએ શોને અલવિદા કહેવાનું મન બનાવી લીધુ છે. કપિલ શર્મા શો છોડવાનું કારણ પૂછતા કૃષ્ણાને એક જ લાઈનમાં જવાબ આપી દીધો.
આ કારણોસર કૃષ્ણા શો છોડી રહ્યા છે-
કૃષ્ણા અભિષેક ઘણા સમયથી ધ કપિલ શર્મા શો સાથે જોડાયેલા છે અને તેમાં અલગ અલગ કિરદારમાં પણ જોવા મળ્યા છે. તેમનો નાલાસોપારાની સપનાનો કિરદાર તો ફેમસ છે જ સાથે જ જગ્ગૂ દાદા, તો ક્યારેક ધર્મેન્દ્ર અને જિતેન્દ્ર બનીને ઓડિયન્સને ખૂબ હસાવે છે. પરંતુ આ વખતે કૃષ્ણાનાં ફેન ખૂબ જ નિરાશ થવાના છે કારણકે તેમણે કપિલ શર્મા શો છોડી દીધો છે અને આ પાછળનું કારણ એગ્રીમેન્ટ ઈશ્યૂ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ વખતે કૃષ્ણા એગ્રીમેન્ટમાં ફી વધારવાની વાત કરી છે, જેને માનવાનો મેકર્સે ઈન્કાર કરી દીધો. એટલા માટે કપિલ શર્મા શોની નવી સિઝનનો હિસ્સો નહીં બને.
હાલ એક એપિસોડનો આટલો ચાર્જ કરે છે-
‘ધ કપિલ શર્મા શો’ની છેલ્લી સિઝનમાં કૃષ્ણા અભિષેકની વાત કરવામાં આવે તો તેઓ સારી એવી ફી ચાર્જ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ એક એપિસોડના 10થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. પરંતુ આ વખતે કૃષ્ણા અભિષેક પોતાનો ચાર્જ વધારવાની જીદ પર અડગ છે. એવામાં મેકર્સની આ ડિમાન્ડ પૂરી કરશે કે કેમ તે એક સવાલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે