Home> Entertainment
Advertisement
Prev
Next

એક્તા કપૂરે આ હેન્ડસમ યુવક સાથે 'રોમેન્ટિક' PHOTO શેર કરી મચાવ્યો ખળભળાટ

ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એક્તા કપૂરે (Ekta Kapoor) હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો જોઈને લોકો એક્તા કપૂરના લગ્નની અટકળો કરી રહ્યા છે.

એક્તા કપૂરે આ હેન્ડસમ યુવક સાથે 'રોમેન્ટિક' PHOTO શેર કરી મચાવ્યો ખળભળાટ

નવી દિલ્હી: ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એક્તા કપૂરે (Ekta Kapoor) હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો જોઈને લોકો એક્તા કપૂરના લગ્નની અટકળો કરી રહ્યા છે. આ ફોટામાં એક્તાની સાથે એક હેન્ડસમ યુવક પણ જોવા મળી રહ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર જાણે આગ લાગી છે. એક્તા કપૂર પોતાના ખાસ મિત્ર સાથે ખુબ જ કેન્ડિડ મૂડમાં જોવા મળી રહી છે. 

fallbacks

Hrithik-Kangana નો કેસ ગયો ક્રાઈમ બ્રાન્ચ પાસે, અભિનેત્રી બોલી- હવે ક્યાં સુધી રડ્યા કરીશ?

આ તસવીર શેર કરતા એક્તા કપૂરે(Ekta Kapoor) લખ્યું છે કે 'અને અમે અહીં છીએ...તમને જલદી બતાવીશું.' જેવી એક્તા કપૂરે આ તસવીર શોશિયલ મીડિયા પર શેર કરી કે ચારે બાજુ ચર્ચા થવા લાગી. અનેક લોકોએ એક્તાને શુભેચ્છાઓ પણ પાઠવી દીધી. કેટલાકે લખ્યું કે તેમને ઈન્તેજાર છે. એટલું જ નહીં એક્તા કપૂરની આ તસવીરમાં તેની સાથે જોવા મળતા આ ખાસ મિત્રએ પણ કઈક ખાસ કોમેન્ટ કરી છે. ત્યારબાદ તેમના લગ્નની અટકળો જોરશોરમાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

એક્તા સાથે જોવા મળનારો યુવક કોણ?
આ તસવીર જોવા મળ્યા બાદ તમને પણ એ જાણવાની ઉત્સુકતા રહી હશે કે આખરે આ હેન્ડસમ યુવક છે કોણ. તો અમે તમને જણાવીએ કે આ યુવક તનવીર બુકવાલા (Tanveer Bookwala) છે. તનવીર એક્તાનો ખુબ જ નીકટનો મિત્ર છે. એક્તાએ જેવી તનવીર સાથે પોતાની ફોટો શેર કરી કે ફટાફટ ફોટા પર તેની કોમેન્ટ આવી ગઈ. જેને જોઈને લોકો લગ્નની અટકળો લગાવી રહ્યા છે. તેણે કોમેન્ટમાં લખ્યું કે 'આ મિત્રતાને સંબંધમાં ફેરવવાનો સમય હવે આવી ગયો છે.'

કુલી નંબર-1નું નવું ગીત 'મમ્મી કસમ' રિલીઝ, જોવા મળી વરૂણ-સારાની દમદાર કેમેસ્ટ્રી

એક્તા કપૂરના પરિવારની નીકટ છે તનવીર
તનવીર બુકવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્તા કપૂર સાથે અનેક ફોટા શેર કર્યા છે. જેમાંથી એક તસવીરમાં તે એક્તા કપૂરની સાથે સાથે તેની માતા શોભા કપૂર અને મનીષ મલ્હોત્રા સાથે જોવા મળે છે. તેમની સાથેના ફોટા જોતા લાગે છે કે તનવીર કપૂર પરિવારની ખુબ નીકટ છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More