Home> Entertainment
Advertisement
Prev
Next

ઈશા અંબાણીની સગાઈનો પહેલો ફોટો થયો Leak, પ્રિયંકા સાથે દેખાયો નિક

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ શુક્રવારે યોજાઈ હતી. ઈટલીના લેક કોમોના કિનારે બોલિવુડ સેલેબ્સનો જમાવડો લાગ્યો છે. 

ઈશા અંબાણીની સગાઈનો પહેલો ફોટો થયો Leak, પ્રિયંકા સાથે દેખાયો નિક

નવી દિલ્હી : મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ શુક્રવારે યોજાઈ હતી. ઈટલીના લેક કોમોના કિનારે બોલિવુડ સેલેબ્સનો જમાવડો લાગ્યો છે. ફિલ્મફેરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઈવેન્ટની સૌથી પહેલી તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા મંગેતર નિક જોનસ અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સાથે નજર આવી છે.

fallbacks

ઈશા અંબાણીની સગાઈ અજય પિરામલના દીકરા આનંદ પિરામલની સાથે શુક્રવારે  21 સપ્ટેમ્બરના રોજ ઈટલીમાં યોજાઈ હતી. ગઈકાલથી જ શરૂ થયેલ સગાઈનું ગ્રાન્ડ જશ્ન ત્રણ દિવસ સુધી ચાલશે. આ જશ્નમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત બોલિવુડ એક્ટર અનિલ કપૂર, સોનમ કપૂર, ખુશી કપૂર ઉપરાંત અનેક સેલેબ્સ પહોંચ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@priyankachopra and @nickjonas pose for a picture with @manishmalhotra05.

A post shared by Filmfare (@filmfare) on

ઉલ્લેખનીય છે કે, સગાઈની બધી જ વિધિ ઈટલીના લેક કોમો, લોમ્બાર્ડીમાં થશે. અંબાણી પરિવાર માટે આ પ્રસંગ બહુ જ ખાસ હશે. અલગ અલગ રીતે ત્રણ દિવસ વિવિધ રસ્મ ભજવવામાં આવશે. તેમાં લંચ અને ડિનરની સાથે ડાન્સ સુધી આ ઈવેન્ટમાં સામેલ છે. 

મે મહિનામાં થઈ જાહેરાત
આ વર્ષે મુકેશ અંબાણીએ દીકરી ઈશા અંબાણીના લગ્ન માટે આનંદ પિરામલને પસંદ કર્યો હતો. મે મહિનામાં એક અંગત સમારોહમાં બંને પરિવારની હાજરીમાં જશ્ન થયું હતું. ઈશાના જુડવા ભાઈ આકાશ અંબાણીની સગાઈ શ્લોક મહેતા સાથે થઈ હતી. આ સગાઈ બાદ જ અંબાણી પરિવારે દીકરીના લગ્નની પણ જાહેરાત થઈ હતી. આનંદ પિરામલ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી ગ્રેજ્યુએટ છે, અને હાલ તેઓ પિરામલ એન્ટરપ્રાઈઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More