Home> Entertainment
Advertisement
Prev
Next

શું કાર્તિક આર્યન આ હીરોની બહેનને કરે છે ડેટ? દિવાળીના દિવસે પણ સાથે દેખાયા હતા બન્ને

કાર્તિક આર્યન હંમેશાં અંગત તથા પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. હવે બી ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાના ઘરે મળે છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે પણ કાર્તિક આર્યન ફ્રી હોય ત્યારે બંને એક સાથે ઘરે જ સમય પસાર કરે છે.

શું કાર્તિક આર્યન આ હીરોની બહેનને કરે છે ડેટ? દિવાળીના દિવસે પણ સાથે દેખાયા હતા બન્ને

મુંબઈઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન હાલ યુવા દિલોની ધડકન બની ગયો છે. આ અભિનેતાને યુવતીઓ ખુબ જ પસંદ કરી રહી છે. હાલમાં જ કપિલ શર્માના શો માં પણ એક યુવતીએ બધાની સામે કાર્તિકને પ્રપોઝ કરી દીધું હતું. ત્યારે હવે કાર્તિકને લઈને નવી વાત સામે આવી છેકે, તે એક હીરોની બહેનને ડેટ કરી રહ્યો છે. આ સમાચાર હાલ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ સમાચાર જાણીને એક તરફ હજારો યુવતીઓને ઝટકો લાગ્યો છે. તો બીજી તરફ આ કાર્તિકની ગર્લફ્રેન્ડ કોણ છે તે સૌ કોઈ જાણવા માંગે છે.

fallbacks

કાર્તિક આર્યન હંમેશાં અંગત તથા પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. હવે બી ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાના ઘરે મળે છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે પણ કાર્તિક આર્યન ફ્રી હોય ત્યારે બંને એક સાથે ઘરે જ સમય પસાર કરે છે. એવી પણ વાત સામે આવી છેકે, દિવાળીના દિવસે આ કપલ એક સાથે જોવા મળ્યું હતું. કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસે કાર્તિક પોતાની નવી કાર મેકલારેનમાં પશ્મીના સાથે હતો. બંને મોડી રાત સુધી જિયો વર્લ્ડ ડ્રાઇવમાં સમય પસાર કરતા હોય છે. બંને હાલમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.

કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો, 'જ્યારે તે કામ કરતો હોતો નથી તો તે પશ્મીના સાથે ઘરમાં રહેવું પસંદ કરે છે. બંને ફોટોગ્રાફર્સથી બચવા માટે પોત-પોતાની કાર ઘરે પાછી મોકલાવી દે છે.' પશ્મીના મ્યૂઝિક ડિરેક્ટર તથા કમ્પોઝર રાજેશ રોશનની દીકરી છે. પશ્મીના હાલમાં હિંદી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. પશ્મીના સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે અને કાર્તિક આર્યન પણ તેના ફોલોઅર્સમાંથી એક છે.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More