Home> Entertainment
Advertisement
Prev
Next

Avatar-2:અધધ...200 કરોડ નજીક પહોંચી ફિલ્મ, કરોડોની કમાણી કરતી આ ફિલ્મમાં એવું તો શું છે?

Avatar-2 Boxoffice Collection: અવતાર 2 બોક્સ ઓફિસ કલેક્શન: જ કારણ છે કે આ ફિલ્મ 200 કરોડની નજીક પહોંચી ગઈ છે. આવો જાણીએ આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે. શરૂઆતના આંકડાઓ અનુસાર ફિલ્મે સાતમા દિવસે 13.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મે એક સપ્તાહમાં કુલ 193.30 કરોડનું કલેક્શન કર્યું છે.

Avatar-2:અધધ...200 કરોડ નજીક પહોંચી ફિલ્મ, કરોડોની કમાણી કરતી આ ફિલ્મમાં એવું તો શું છે?

Avatar-2: એક ફિલ્મ જેની ચારેય તરફ થઈ રહી છે ચર્ચા. માત્ર એક સપ્તાહમાં જ જે ફિલ્મનું કલેક્શન પહોંચી ગયું 200 કરોડ સુધી એ ફિલ્મ છે અવતાર-2. જેણે પાર્ટ-1 જોયો છે એ દર્શકોને પાર્ટ-2 જોવાની ઉત્સુકતા હોય એ વાત તો નક્કી છે. પણ સંખ્યાબંધ દર્શકો એવા છે જેમણે પાર્ટ-1 નથી જોયો તેઓ પણ મલ્ટીપ્લેક્સમાં જઈને આ ફિલ્મ જોવા માટે ટિકિટ વીન્ડો પર લાઈન લગાવી રહ્યાં છે. એટલું જ નહીં ઘણાં દર્શકો એવા છે જેમણે પાર્ટ-2 જોયા પછી નેટ પરથી ડાઉનલોડ કરીને પાર્ટ-1 પણ જોઈ.

fallbacks

અવતાર 2 બોક્સ ઓફિસ કલેક્શન: જ કારણ છે કે આ ફિલ્મ 200 કરોડની નજીક પહોંચી ગઈ છે. આવો જાણીએ આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે. શરૂઆતના આંકડાઓ અનુસાર ફિલ્મે સાતમા દિવસે 13.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મે એક સપ્તાહમાં કુલ 193.30 કરોડનું કલેક્શન કર્યું છે. ‘અવતાર 2’ની કમાણીની ગતિને જોતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ શુક્રવારે 200 કરોડની ક્લબમાં સરળતાથી સામેલ થઈ જશે. બીજા વિકેન્ડમાં અવતાર 2 રણવીર સિંહના સર્કસ સાથે ટકરાશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

‘અવતાર ધ વે ઓફ વોટર’ વર્ષ 2009માં આવેલી ‘અવતાર’ની સિક્વલ છે. જ્યાં પહેલા ભાગની વાર્તા પૂરી થઈ. તેના બીજા ભાગની વાર્તા ત્યાંથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સેમ વર્થિંગ્ટન, ઝો સાલ્ડાના, સ્ટીફન લેંગ, જોએલ ડેવિડ મૂર, કેટ વિન્સલેટ, વિન ડીઝલ અને સિગૉર્ની વ્હાઇવર છે. ભારતમાં આ ફિલ્મ 3800 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. 3-D, 2-D તકનીકો સાથે આ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી સહિત તમામ ભાષાઓમાં સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે.

જેમ્સ કેમેરુન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હજુ પણ ‘અવતાર 2’ માત્ર ડબલ ડિજિટમાં કલેક્શન કરી રહી છે. સોમવારે ફિલ્મે 18.6 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેણે મંગળવારે 16.65 કરોડ, બુધવારે 15.75 કરોડની કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More