Dev Anand Bungalow Inside Photos: દેવ આનંદ.... ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંથી એક હતા. રાજ કપૂર અને દિલીપ કુમારની સાથે ટ્રિનિટી- ગોલ્ડન ટ્રાયોનો પણ તેઓ ભાગ હતા. આજે આ વીડિયોમાં દેવ આનંદના જીવન વિશે એક દિલસચ્પ કિસ્સા વિશે જણાવીશું, જે છે તેમનું આલીશાન ઘર. દેવ આનંદનું સાહેબનું ઘર મુંબઇના જૂહુમાં આઇરિસ પાર્કની આસપાસ સ્થિત હતું.
અભિનેતા તેમની પત્ની અને બાળકો સાથે લગભગ 40 વર્ષ સુધી તે ઘરમાં રહ્યા હતા. તે સમયે દેવ આનંદે તેમના બંગલાનું ઇન્ટિરિયીર માટી જેવા રંગથી રંગાવ્યું હતું.
દૈવીશક્તિનો પરચો બતાવતો ગુજરાતનો અનોખો ઉત્સવ, વાલમની ગલીઓમાં દોડ્યા બળદ
એવું પણ કહેવામાં આવે છે કે, તેમના ઘરમાં મોંઘા સોફા અને કેટલીક દુર્લભ વસ્તુઓ પણ હતી. સાથે જ અલગ-અલગ ભાગમાં સુંદર ચિત્રો પણ રાખવામાં આવ્યા હતા.
દેવ આનંદે તેમના જૂહુવાળા ઘર વિશે ખુલીને વાત કરી હતી, જ્યાં તેઓએ પોતાના પરિવાર સાથે જીવનભરની યાદો બનાવી હતી. દેવ આનંદે એકવાર કહ્યું હતું કે, જ્યારે તેઓએ જુહૂમાં ઘર બનાવ્યું ત્યારે એક નાનું ગામ હતું પરંતુ અત્યારે ઘણી ભીડ જોવા મળે છે. દેવ આનંદ કહેતા હતા કે, અત્યારે ચારેબાજુ શોર છે. હાલમાં આઇરિસ પાર્ક નિવાસમાં હવે કોઇ પાર્ક નથી.
પાટીદારોના સીતા સ્વંયવરનો ફિયાસ્કો : 500 રામની સામે માત્ર 40 સીતા આવી
મહત્વની વાત એ છે કે, દેવ આનંદે તેમના ઘરની તસવીર ક્યારેક જ અખબારમાં આવવા દીધી હતી. તેઓ બને ત્યાં સુધી પોતાના ઘરની તસવીરો હાઇલાઇટ કરતા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે