Home> Entertainment
Advertisement
Prev
Next

હું સુતી હતી ત્યારે મારા ભાઈ અને એના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા! હીરોઈનનો મોટો ખુલાસો

રોક ઓન ફિલ્મથી જાણીતી બનેલી અભિનેત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છેકે, તે સુતી હતી ત્યારે તેના કઝીન અને એના મિત્રએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી.

હું સુતી હતી ત્યારે મારા ભાઈ અને એના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા! હીરોઈનનો મોટો ખુલાસો

મુંબઈઃ બોલીવુડમાં તમે જાતિય સતામણીના ઘણાં કિસ્સાઓ સાંભળ્યાં હશે. તમે કામ માંગવા ગયેલી નવી અભિનેત્રી કે મોડેલ સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ વિશે પણ ઘણું સાંભળ્યું હશે. પણ આ કિસ્સો એ તમામ ઘટનાઓ કરતા અલગ અને ચોંકાવનારો છે. જેમાં અભિનેત્રી બીજા કોઈ નહીં પણ પોતાના જ ભાઈ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યાં છે.

fallbacks

આ પણ વાંચોઃ  20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!

સેક્સ્યુઅલ ડિઝાયર પર ફિલ્મ 'રોક ઓન'  ફેમ મોનિકા ડોગરા ઘણીવાર પોતાનો અભિપ્રાય આપે છે. મોનિકા ડોગરાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સેક્સુલિટી પર મોટો ખુલાસો કર્યો હતો.. જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટી જ નહીં, પણ ચાહકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા.. અમેરિકામાં જન્મેલી મોનિકાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સેક્સુઆલિટી વિશે વાત કરતા કહ્યું કે તે પેન્સેક્સ્યુઅલ છે. તમે પણ આશ્ચર્ય પામશો કે પેન્સેક્સ્યુઅલ એટલે શું છે. અમે તમને મોનિકા ડોગરાના ઈન્ટરવ્યૂની સાથે સાથે પેન્સેક્સુઅ શું છે? તે વિશે પણ જણાવશું.

આ પણ વાંચોઃ  કારમાંથી દારૂ મળતા આરોપીઓ સાથે પોલીસ શ્વાનને પણ પકડી ગઈ! પછી જર્મન શેફર્ડે પોલીસનો વારો કાઢ્યો

fallbacks

પિતરાઈએ કરી હતી શારીરિક છેડછાડઃ
સિંગર મોનિકા ડોગરાએ એવા ખુલાસા કર્યા છે કે જે જાણીને તમે કંપી ઉઠશો....બાળપણમાં મોનિકાના પિતરાઈ ભાઈએ તેની સાથે છેડતી કરી હતી. પિતરાઈ ભાઈ સિવાય તેના એક મિત્રએ પણ તેને સ્પર્શ કર્યું હતું. જ્યારે તે સૂતી ત્યારે પરિવારના મિત્રો તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. 

આ પણ વાંચોઃ  કારેલા, કંકોડા, ભીંડા, દૂધી અને પાલકના આ ફાયદા લેશો તો ક્યારેય નહીં ચઢવું પડે દવાખાનાનું પગથિયું!

મોનિકા ડોગરા પૈનસેક્સુઅલ:
કિરણ રાવની ફિલ્મ 'ધોબી' ઘાટમાં કામ કરી ચૂકેલી મોનિકા ડોગરાએ કહ્યું--પાર્ટી દરમિયાન તે નશામાં હતી.આ દરમિયાન મને એક છોકરી ખૂબ ગમતી હતી.તે છોકરી છોકરાની જેમ રહતી હતી. અત્યાર સુધી મને લાગતું હતું કે હું સેક્સ્યુઅલી સ્ટ્રેટ છું. પણ એ દિવસે મને સમજાયું કે હું મારી જાતને પણ ઓળખતી નથી. તે દિવસે મને કંઈક અલગ લાગ્યું અને મને ખૂબ જ આનંદ થયો. આ દરમિયાન મને લાગ્યું કે હું બાયસેક્સ્યુઅલ છું. તે સમયે મને ખબર નહોતી કે હું પેન્સેક્સ્યુઅલ છું. પરંતુ થોડા સમય પછી તેને પેન્સેક્સ્યુઅલ વિશે ખબર પડી. અભિનેત્રીએ ગયા વર્ષે કહ્યું હતું કે તે પેન્સેક્સ્યુઅલ છે.

આ પણ વાંચોઃ  રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હોય છે શું તફાવત? જાણવા જેવી છે મતગણતરીની પ્રક્રિયા

પેનસેક્સ્યુઅલ શું છે?
પેન્સેક્સ્યુઅલ શબ્દ તમારા માટે તદ્દન નવો હોશે.. જો તમે પણ તેનો અર્થ જાણતા નથી, તો અમે તમને સરળ શબ્દોમાં પેન્સેક્સ્યુઅલનો અર્થ જણાવીશું. સાદી ભાષામાં કહીએ તો, પેન્સેક્સ્યુઅલ એટલે કે લૈંગિકતા જેમાં પ્રેમ માટે કોઈ ખાસ લિંગની જરૂર નથી. પેન્સેક્સ્યુઅલ છોકરો, છોકરી, ગે,  ક્વિઅર, લેસ્બિયન અને ટ્રાન્સજેન્ડર કોઈની સાથે પણ પોતાના સંબંધ બાંધવામાં અચકાતા નથી. 

આ પણ વાંચોઃ  Social Media માં ફરતી થઈ Deepika Padukone ની હમશકલ, જોઈને રણવીર પણ ચોંકી જશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More