મુંબઈ : ભારતીય ફિલ્મ મનોરંજન ઉદ્યોગની ગ્લોબલ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ પીએલસી (NYSE:EROS)ની માલિકીના અદ્યતન ડીજીટલ ઓવર ધ ટોપ (OTT) સાઉથ એશિયન એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ ઈરોઝ નાઉએ બુધવારે ' મોદી : જર્ની ઓફ એ કોમન મેન' રજૂ કર્યાની જાહેરાત કરી છે. 10 ભાગની આ ઓરિજીનલ સિરીઝ નરેન્દ્ર મોદીના 12 વર્ષથી શરૂ થતા જીવન ઉપર આધારિત છે અને તેમની યુવાની તથા ભારતના વડા પ્રધાન થવાની મજલ સુધી લઈ જાય છે.
ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, ગુરૂવારે થઈ શકે છે સુનાવણી
એક સામાન્ય માનવીની રાષ્ટ્રીય નેતા થવા સુધીની મજલને અબજો લોકો પડદા ઉપર નિહાળવાનો રોમાંચક અનુભવ માણશે. 'મોદી જર્ની ઓફ એ કોમન મેન'નુ દિગ્દર્શન બોલિવુડના ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લએ કર્યું છે. અને તેનુ લેખન મિહિર ભૂતા અને રાધિકા આનંદે કર્યું છે. મોદીના જીવનના વિવિધ તબક્કા અભિનેતા ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર ઉપર ચિત્રિત કરાયુ છે.
આ સિરીઝનો દરેક એપિસોડ 35થી 40 મિનિટનો છે અને તેમાં એક સામાન્ય માનવીને આજે તે જે કાંઈ છે તે તરફ દોરી જતી ઘણી નોંધપાત્ર ઘટનાઓ અને પ્રસંગોની અણધારી મજલને આવરી લેવામાં આવી છે. ઈરોઝ નાઉની ઓરિજીનલ સિરીઝનુ નિર્માણ ઉમેશ શુકલ અને આશિષ વાઘની આગેવાની હેઠળ બેન્ચમાર્ક પિકચર્સે કર્યું છે.
'પીએમ મોદી' ફિલ્મના વિરોધ પર બોલ્યા વિવેક ઓબેરોય, 'ચોકીદારના ડંડાથી ડરી રહ્યાં છે કેટલાક લોકો'
આ રજૂઆત અંગે પ્રતિભાવ આપતાં ઈરોઝ ડીજીટલના ચિફ કન્ટેન્ટ ઓફિસર રિધિમા લુલ્લા જણાવે છે કે '' અમારા વૈશ્વિક દર્શકો માટે અત્યંત પ્રેરણાદાયી અને અપેક્ષીત ઓરિજીનલ સિરીઝ રજૂ કરતાં ઈરોઝ ખાતે અમે સૌ વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. 'મોદી જર્ની ઓફ એ કોમન મેન'ની કથા અર્થપૂર્ણ અને સૂચક છે. ઈરોઝ હંમેશાં જનસમુદાય સાથે જોડાવામાં અને તેમની સમક્ષ અર્થપૂર્ણ કથા રજૂ કરવામાં માને છે. આ જીવનકથા એ તેમના સંઘર્ષ, મહેચ્છા, ઉત્કટતા, તથા સફળતા અંગેની કથાની રજૂઆત કરવાનો અને આ કથા હાલમાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બનવાની સાથે જન સમુદાયને સ્પર્શી જતુ પરિબળ બની રહી છે. ઈરોઝ ખાતે અમે ખૂબ જ રોમાંચિત અને દર્શકોના પ્રતિભાવની અપેક્ષામાં છીએ.''
જ્યારે ઉમેશ શુક્લને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ''ભારતમાં નોંધપાત્ર પરિવર્તનો લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધારિત ઓરિજીનલ સિરીઝ રજૂ કરતાં હું આનંદ અનુભવુ છું. નરેન્દ્ર મોદીના જીવન અંગે ઘણી નહી સાંભળેલી કે નહી જાણેલી બાબતો દર્શકો સમક્ષ રજૂ કરવુ તે મારા માટે સન્માનની બાબત છે. મને ખાત્રી છે કે દર્શકોને આ ઓરિજીનલ સિરીઝ જોવાનુ અને માણવાનુ ગમશે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે