Home> Entertainment
Advertisement
Prev
Next

ઈશા ગુપ્તા ડાન્સ વીડિયોથી કરશે ધમાકો, કહ્યું- બનશે વર્ષનો નંબર વન ટ્રેક

અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યૂઝિક વીડિયો ગેટ ડર્ટીમાં દેખાશે. આ ગીત નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે. ડ્રાન્સ ટ્રેકનું પ્રોડક્શન રોશિન બાલૂએ કર્યું છે. 

ઈશા ગુપ્તા ડાન્સ વીડિયોથી કરશે ધમાકો, કહ્યું- બનશે વર્ષનો નંબર વન ટ્રેક

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યૂઝિક વીડિયો 'ગેટ ડર્ટી'માં જોવા મળશે. આ ગીત નવા કલાકારોને પ્રોત્સાહન આપશે. ડ્રાન્સ ટ્રેકનું પ્રોડક્શન રોશિન બાલૂએ કર્યું છે. ઇશિકા બક્શીની સાથે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સ્વર આપ્યા છે. ઈશા આ વીડિયોના માધ્યમથી મ્યૂઝિક વન રેકોર્ડ્સના સહ-માલિકો રાજ કુંદ્રા, મંજ મુસિક અને સુમિત મહેરાની સાથે પ્રથમવાર કામ કરી રહી છે. 

fallbacks

ઈશાએ કહ્યું કે, ગીતમાં નવી ઉર્છા છે કારણ કે મ્યૂઝિક વન રેકોર્ડ્સ નવી પ્રતિભાઓ અને ગાયકોને પ્રોત્સાહન આપે છે. મને તેમની સાથે કામ કરવામાં ઘણી મજા આવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#Ekbaarekbaar promo #vvr #ramcharan #vinayavidheyarama #boyapatisrinu @thisisdsp #shekharmaster

A post shared by Esha Gupta (@egupta) on

ઈશાએ કહ્યું કે, આ ગીતના સેક્સી સ્વર પર ડાન્સ કરવો શાનદાર રહ્યો. જ્યારે આ ગીત રિલીઝ થશે તો દરેક ડાન્સ ફ્લોર આ બોલ્ડ ગીત પર નાચશે. મને લાગે છે કે, આ વર્ષનું નંબર વન ડાન્સ ટ્રેક બનવા જઈ રહ્યો છે. આ ગીત શુક્રવારે રિલીઝ થવાની સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ઈશા ગુપ્તાએ અત્યાર સુધી કમાન્ડો-2, જન્નત-2, રુષ્તમ, રાઝ-2, બાદશાહો જેવી  અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. તે આ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સંબંધોને લઈને ચર્ચામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેણે આ તમામ સંબંધોને નકારી કાઢ્યા હતા. 

બોલીવુડના અન્ય સમાચારો વાંચવા માટે ક્લિક કરો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More