મલ્હાર ઠાકર અને ગુજરાતી ફિલ્મો એકબીજાના પર્યાય બની ગયા છે. આધુનિક ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો હોઠ પર એક જ નામ હોય, મલ્હાર ઠાકર. ક્યારેક ચટપટી રિલેશનશિપ તો ક્યારેક છેલબટાઉ યુવાન... ક્યારેક પાસપોર્ટ શોધતો અમદાવાદની જૂની ગલીઓમાં ફરતો દિલફેંક આશિક, તો ક્યારેક મસ્તીનો મણિયારો... આ દરેક રંગમાં ગુજરાતી દર્શકોએ જેને જાણ્યો અને માણ્યો છે તેવા એક્ટર મલ્હાર ઠાકરે ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ફિલ્મ શરતો લાગુની સક્સેસ બાદ મલ્હાર ઠાકરે આજના રિલેશનશિપને ટકાવી રાખવા કપલની વચ્ચે શું જરૂરી છે તે જણાવ્યું હતું.
સંબધોમાં મોબાઈલને દૂર રાખો...
મલ્હારે કહ્યું કે, એકબીજાને સમજવું, પર્સનલ સ્પેસ આપવી. ખાસ એ કે કપલ્સે મોબાઈલનો ઉપયોગ સૌથી ઓછો કરવો. જેટલો ઓછો મોબાઈલનો ઉપયોગ, એટલું જ કપલ વચ્ચેનું કનેક્શન વધશે. શરતો લાગુ ફિલ્મમાં બતાવ્યા મુજબ, 2 મહિના સાથે રહેવાના ફંડા રિયલ લાઈફમાં કેટલા કામ કરશે તે વિશે તેણે કહ્યું કે, આ ફંડા કામ કરશે. આવી રીતે વધુ સારો સમય વિતાવી શકાય છે. પ્લેટોનિક પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચે સારી રીતે ડેવલપ થાય છે. આ સમય તે તેમના માટે એન્જોય કરવાનો છે. આ સમયમાં તેમના કામ, તેમના પરિવારજનોને જાણવાનો સમય મળી રહે છે.
આ ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો
મલ્હારે કહ્યું કે, શરતો લાગુ એ મરાઠી રાઈટર પરેશ મોકાક્ષી અને મધુમિતા કુલકર્ણીની આ મરાઠી વાર્તા છે. મેં જ્યારે તે વાંચી ત્યારે મને લાગ્યું કે તે બહુ જ રસપ્રદ છે અને લોકોએ મને આ રોલમાં ક્યારેય જોયો નથી. આ રોલ મારા માટે મોટી ચેલન્જ હતી. પ્યોર વેજ અને પ્યોર નોનવેજના કન્સ્પેટથી લઈને લિવઈનની વાત અને ત્યાથી બે પરિવારની વાત મેં અનેકવાર જોઈ છે. ત્યારે એ બે જણને એડજસ્ટ કરવાની વાત છે, તે મને ગમી ગયું.
હું મારા રોલ જાતે નક્કી કરું
મલ્હારે કહ્યું કે, મને એવું છે કે હું જે ફિલ્મ વાંચુ છું, સાંભળું છું, કરું છું તેમાં ધીરે ધીરે પ્રોસેસ આવે છે. તેમાં પહેલા રાઈટરનું નેરેશન આવે છે. બધુ થયા બાદ જ હું ફિલ્મ કરું છું. મને એવી ફિલી આવવી જોઈએ. એ કનેક્શન આવી જાય તો જ ફિલ્મ કરું છું.
મલ્હાર સાથે ટુ ધ પોઈન્ટ...
હું એક્ટર ન હોત તો કોફી મેકર હોત. હું કોફી બહુ જ સારી બનાવું છું, તેથી મારી ઈચ્છા છે કે હું કાફે ખોલું.
પ્યોર વેજીટેરિયન અને 100 ટકા ર્નિવ્યસની. આ મારા જીવનના સૌથી બે મહત્વના નિયમો છે...
હાલ તો પ્લાન નથી. પણ હશે તો બે વચ્ચેનું બોન્ડિંગ વધારવા માટે કોફી સારી બનાવતી આવતી જોઈએ અને એને ટ્રાવેલિંગનો શોખ હોવો જોઈએ.
જર્ની ઓવરઓલ પોઝીટીવ રહી. ગુજરાતી જનતાએ હીરો મટીરિયલ તરીકે પ્યોરલી સ્વીકારી લીધો છે
મુંબઈ સ્ટ્રગલ. મુંબઈમાં એટલા બધા ઘર બદલ્યા છે કે... જે નાટકો પર મને વિશ્વાસ હતો તે ચાલ્યા નહિ, અને જેના પર ઓછો વિશ્વાસ હતો તે ચાલી ગયા...
ફિલ્મમાં એવું વિચાર્યું ન હતું કે આવા વળાંકો આવશે. પણ જોરદાર...
હું બહુ જ ધમાલિયો છું. હું સેટ પર પણ બહુ જ મસ્તી અને તોફાન કરું છું. ઓન સેટ મને મજા આવી જાય છે. સ્પોટબોય સાથે પણ એટલી જ મસ્તી કરું છું.
એવી કોઈ રીત નથી, પણ મળતા રહેશો તો તમને રોજ નવા ઈન્સીડન્ટ, અનુભવો અને ચોઈસ બહાર આવતી હોય છે. તો એના પરથી તમે નક્કી કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે