Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીર, આલિયા અને કરણ જોહર : આ ત્રણેયને જોડતા આવ્યા છે મોટા સમાચાર 

છેલ્લા કેટલાક દિવસોથી રણબીર-આલિયા અફેરની જોરદાર ચર્ચા ચાલી રહી છે

રણબીર, આલિયા અને કરણ જોહર : આ ત્રણેયને જોડતા આવ્યા છે મોટા સમાચાર 

મુંબઈ : ફિલ્મમેકર કરણ જોહર ઓક્ટોબર મહિનામાં પોતાના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝન સાથે ફરી એકવાર હાજર થઈ રહ્યા છે અને એનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂકરાશે. હાલમાં સમાચાર આવ્યા હતા એ શોના એક એપિસોડમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરિના કૈફની ત્રિપુટી હાજરી આપવાની છે. હવે મળેલી માહિતી પ્રમાણે કરણના આ શોમાં બોલિવૂડના હોટ કપલ ગણાતા આલિયા અને રણબીર પણ હાજરી આપી શકે છે. 

fallbacks

આલિયા આ પહેલાં પણ ‘કોફી વિથ કરણ’ આવી ચૂકી છે અને એ સમયે તેણે કહ્યું હતું કે હું રણબીર સાથે લગ્ન કરવા ઇચ્છું છું. હવે જ્યારે રણબીર અને આલિયા ડેટ કરી રહ્યા છે ત્યારે શોમાં તેમની કેમિસ્ટ્રી જોવાનું રસપ્રદ સાબિત થશે. કરણ આ પહેલાં પોતાના શોમાં રણવીર સિંહ-અનુષ્કા તેમજ શાહિદ-પ્રિયંકાને બોલાવી ચૂક્યો છે. 

છેલ્લા કેટલાક દિવસોથી રણબીર-આલિયા અફેરની જોરદાર ચર્ચા ચાલી રહી છે. હાલમાં આ બંનેની એકબીજાના પરિવારો સાથે પણ નિકટતા વધી રહી છે. તાજેતરમાં રણબીર-આલિયાના સંબંધો વિશે રિશી કપૂરનું રિએક્શન આવ્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં રિશી કપૂરે રણબીર અને આલિયાના સંબંધો વિશે કહ્યું છે કે, 'જે છે એ કોઈથી સંતાયેલું નથી અને બધાને ખબર છે. મારે કંઈ અલગથી નથી કહેવું. મને લાગે છે કે રણબીર માટે લગ્નનો યોગ્ય સમય આવી ગયો છે.’

નોંધનીય છે કે આલિયા પહેલાં રણબીરનું નામ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ જેવી હિરોઇનો સાથે જોડાઈ ચુક્યું છે. દીપિકાએ એક ઈન્ટવ્યૂમાં રણબીર અને તેના બ્રેકઅપ માટેના કારણનો ખુલાસો કર્યો છે. દીપિકાએ રણબીરનું નામ લીધા વિના જ બ્રેકઅપનું દુ:ખ વ્યક્ત કર્યુ છે. એક ઈન્ટવ્યૂમાં દીપિકાએ કહ્યું કે, મેં તેને રંગે હાથ પકડ્યો હતો અને તે સમયે મેં બધા જ ઈમોશન ભૂલીને અલગ થવાનો નિર્ણય લીધો હતો. મારા માટે કોઈની સાથે પર્સનલ થવા માટે માત્ર ફિઝિકલ થવું જરુરી નથી. મને લાગે છે તમારી ભાવનાઓ જોડાય તે પણ જરુરી છે પરંતુ મારા જેવું બધા વિચારતા હોય તે જરુરી નથી.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More