Home> Entertainment
Advertisement
Prev
Next

Falguni Pathak: કેમ કુંવારી રહી ગઈ આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસો


Falguni Pathak: 55 વર્ષીય ફાલ્ગુની ફાલ્ગુની પાઠક એ લગ્ન કર્યા નથી. આ અંગે પહેલી વખત તેણે કરિશ્મા તન્નાના પોડકાસ્ટમાં વાત કરી હતી. આ પહેલી વખત છે જ્યારે ફાલ્ગુની પાઠક એ પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હોય તો ચાલો તમને પણ જણાવીએ કે શા માટે ફાલ્ગુની પાઠકે લગ્ન કર્યા નથી. 

Falguni Pathak: કેમ કુંવારી રહી ગઈ આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસો

Falguni Pathak: મૂળ ગુજરાતી ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ફાલ્ગુની પાઠક આજના સમયની કરોડપતિ સિંગર છે. તેના શોની ટિકિટ ખૂબ મોંઘી વેચાતી હોય છે. તેમ છતાં લોકો ફાલ્ગુની પાઠકને માણવા માટે હજારો રૂપિયા ખર્ચતા હોય છે. કરોડો દિલો પર રાજ કરતી ફાલ્ગુની પાઠકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ વિશે પહેલીવાર ખુલાસો કર્યો. 

fallbacks

55 વર્ષીય ફાલ્ગુની ફાલ્ગુની પાઠક એ લગ્ન કર્યા નથી. આ અંગે પહેલી વખત તેણે કરિશ્મા તન્નાના પોડકાસ્ટમાં વાત કરી હતી. આ પહેલી વખત છે જ્યારે ફાલ્ગુની પાઠક એ પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હોય તો ચાલો તમને પણ જણાવીએ કે શા માટે ફાલ્ગુની પાઠકે લગ્ન કર્યા નથી. 

આ પણ વાંચો: Katrina Kaif એ શેર કર્યા મેડિકલ હેલ્થ રિસોર્ટમાંથી પોતાના Photos, ચાહકોની વધી ચિંતા

ફાલ્ગુની પાઠક પાસે પૈસા અને પ્રખ્યાતીની ખામી નથી પરંતુ તેમ છતાં આજ સુધી તે સિંગલ છે. આ અંગે જ્યારે કરિશ્મા તન્નાએ તેને પ્રશ્ન પૂછ્યો તો તેણે ડાયરેક્ટ જવાબ આપી દીધો હતો. લગ્ન ન કરવા પર ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે, તેની લાઇફમાં સૌથી વધારે મહત્વનું મ્યુઝિક છે. આજ સુધી તેણે મ્યુઝિક સિવાય અન્ય કોઈ વસ્તુ વિશે વિચાર્યું નથી. તે ખૂબ નાની ઉંમરથી મ્યુઝિક સાથે જોડાઈ ગઈ છે અને આગળ પણ જોડાયેલી રહેશે. આ સિવાય તેનું ધ્યાન રાખવા માટે તે પોતે જ બસ છે અને તેના માતા-પિતા પણ તેની સાથે છે. 

આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્નના 1 જ મહિનામાં ઝહીરની આ આદતથી કંટાળી ગઈ સોનાક્ષી સિંહા

ફાલ્ગુની પાઠકના કહેવાનો અર્થ છે કે તે મ્યુઝિક સાથે એટલી જોડાયેલી છે કે તેને અન્ય કોઈ સંબંધ વિશે ક્યારેય વિચાર્યું જ નથી. તેની લાઇફમાં લગ્ન નહીં પરંતુ મ્યુઝિક પ્રાઇયોરીટીમાં રહ્યું છે અને આ કામ કરીને તે ખુશ રહે છે તેથી અન્ય કોઈ વસ્તુની તે ચિંતા કરતી નથી. 

આ પણ વાંચો: બેડ ન્યુઝ ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોતા લોકો થઈ જાય ખુશ, જાણો ક્યાં થશે રિલીઝ

ફાલ્ગુની પાઠક મુંબઈમાં રહે છે પરંતુ તેનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. તે મૂળ ગુજરાતી છે અને તેને ગરબા ક્વિન તરીકે દેશ વિદેશમાં ઓળખવામાં આવે છે. ફાલ્ગુની પાઠકના એક શોનો ચાર્જ લાખોમાં અને ક્યારેક કરોડોમાં હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More