ઝી મીડિયા/બ્યૂરો :હોલિવુડના ફેમસ ફિલ્મમેકર હાર્વે વેનસ્ટેન (Harvey Weinstein) યૌન ઉત્પીડન અને બળાત્કારના મામલામાં જેલની સજા કાપી રહ્યાં છે. તેઓ જેલ (Jail) માં છે અને જેલમાં જ કોરોના વાયરસ (Corona virus ) ના ઝપેટમાં આવી ગયા છે. 68 વર્ષીય હાર્વે વેનસ્ટેન જેલમાં જ છે અને તેઓને કેદીઓથી અલગ કરી દેવાયા છે. ન્યૂયોર્ક રાજ્ય સુધાર અધિકારી અને પોલીસ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ માઈકલ પાવરે હાર્વેને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, જેમ અમને હાર્વેના કોરોનાની પુષ્ટિ થઈ, તેમ તરત જ તેઓને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએ અનુસાર, અધિકારીએ જણાવ્યું કે, હાર્વેના ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાની માહિતી રવિવારના રોજ મળી હતી. તેઓને અધિકારીઓની સૌથી વધુ ચિંતા છે, કારણ કે તેમની પાસે સુરક્ષા માટેના યોગ્ય ઉપકરણો નથી. તો સ્ટાફમાંથી અનેક લોકોને ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાયા છે. આ વચ્ચે વીનસ્ટીનના પ્રવક્તાએ આ વિશે મીડિયાના ખબર પર ટિપ્પણી આપવાનો ઈન્કાર કર્યો હતો.
ન્યૂયોર્કમાં સ્થિત તેમના વકીલ ઈમરાન અન્સારીએ રવિવારે જણાવ્યું કે, તેમની કાયદાકીય ટીમને કોરોના વાયરસની સૂચના આપવામાં આવી ન હતી. હાર્વે વેનસ્ટેનના સ્વાસ્થ્યની સ્થિતિને જોતા, અમે નિશ્ચિત રૂપે ચિંતિત છીએ. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, બળાત્કાર અને યૌન ઉત્પીડનના આરોપમાં વેનસ્ટેનને 11 માર્ચના રોજ 23 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલ તેઓ ઉત્તરી ન્યૂયોર્ક પ્રાંતની જેલમાં છે. આ પહેલા વેનસ્ટેનને હૃદયની લગતી બીમારીને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સાથે જ જણાવાયું હતું કે, તેઓને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની પણ સમસ્યા છે. આવામાં જો હાર્વેને કોરોના છે, તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો વેનસ્ટેનના વકીલે રવિવારે કહ્યું હતું કે, તેમની લીગલ ટીમને તેમના કોરોના હોવાની કોઈ માહિતી આપવામાં નથી આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે