Home> Entertainment
Advertisement
Prev
Next

'Fast And Furious'ના ફેન્સ માટે ખરાબ સમાચાર, ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારીમાં મેકર્સ

નવમી ફિલ્મમાં વિન ડીઝલ, મિશેલ રોડ્રિગ્જ, જોર્ડાના બ્રેવસ્ટર, લુકાસ બ્લેક, હેલેન મિરેન, ચાર્લીઝ થેરોન અને સુંગ કાંગને સામેલ કરવામા આવ્યા હતા. 
 

'Fast And Furious'ના ફેન્સ માટે ખરાબ સમાચાર, ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારીમાં મેકર્સ

નવી દિલ્હીઃ સ્પીડ અને ટશન માટે પ્રખ્યાત 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ  (Fast And Furious)' ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. જાણકારી પ્રમાણે ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીની આગામી 10મી અને 11મી ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકોને આ સાંભળી ઝટકો લાગી શકે છે કે બે ફિલ્મો બાદ આ જાણીતી હોલીવુડ સિરીઝનો અંત આવી જશે. 

fallbacks

VahayT.com  ના રિપોર્ટ પ્રમાણે જસ્ટિન લિને સિરીઝ ત્રણ, ચાર, પાંચ, છ અને નવમા ભાગનું દિગ્દર્શન કર્યું છે, હવે તેઓ છેલ્લી બે ફિલ્મો સાથે વાપસી કરશે. 2021મા આ બંન્ને ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તેને પહેલા મે 2020મા રિલીઝ કરવા માટે સ્લેટ કરવામાં આવી હતી પરંતુ કોવિડને કારણે સ્થગિત કરવી પડી હતી. 

નીકિતા હત્યા કેસ: ફરીથી બોલીવુડ પર ભડકી કંગના, કહ્યું- 'ભલાઈ કરતા નુકસાન વધુ કરે છે'

નવમી ફિલ્મમાં વિન ડીઝલ, મિશેલ રોડ્રિગ્જ, જોર્ડાના બ્રેવસ્ટર, લુકાસ બ્લેક, હેલેન મિરેન, ચાર્લીઝ થેરોન અને સુંગ કાંગને સામેલ કરવામા આવ્યા હતા. જોન સીના પણ આ સિરીઝના કલાકારોમાં સામેલ થયા હતા. તેઓ ડીઝલના ડોમ ટોરેટોના ભાઈ જેકબની ભૂમિકામાં છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More