Home> Entertainment
Advertisement
Prev
Next

ઉર્ફી બેભાન ન થઈ જાય ત્યાં સુધી મારતા તેના પિતા, સંબંધીઓએ કહી પોર્ન સ્ટાર, 17 વર્ષની ઉંમરે છોડવું પડ્યું ઘર

Urfi Javed Story: ઉર્ફી જાવેદ જણાવ્યું હતું કે તે 17 વર્ષની હતી ત્યારે તેણે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કરી લીધો હતો. તેનું કારણ હતું કે તેના પિતા તેને ખૂબ જ મારતા હતા. પિતા તેને એટલી મારતા કે તે બેભાન થઈ જતી. એટલું જ નહીં તેના સંબંધીઓ પણ તેની રિસ્પેક્ટ કરતા નહીં

ઉર્ફી બેભાન ન થઈ જાય ત્યાં સુધી મારતા તેના પિતા, સંબંધીઓએ કહી પોર્ન સ્ટાર, 17 વર્ષની ઉંમરે છોડવું પડ્યું ઘર

Urfi Javed Story: બિગ બોસ ઓટીટીમાં આવ્યા પછી ઉર્ફી જાવેદ સતત ચર્ચાનો વિષય રહે છે. ઉર્ફીની પોપ્યુલારિટી દિવસેના દિવસે વધી રહી છે. તે એક જાણીતો ચહેરો બની ગઈ છે તેનું કારણ તેની ફેશન સેન્સ છે. તેના વિચિત્ર આઉટ ફીટ ની ચર્ચા સતત થતી રહે છે. જોકે ઉર્ફી જાવેદ એક નાનકડા શહેરમાંથી અને સામાન્ય પરિવારમાંથી આવે છે. ઉર્ફી જાવેદને તેના આઉટ ફીટ ના કારણે આલોચનાનો સામનો કરવો પડે છે પરંતુ તેને નાનપણમાં અને કિશોરાવસ્થામાં ઘણી સમસ્યાનો સામનો કર્યો છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં તેણે એક મુલાકાત દરમિયાન કર્યો હતો. 

fallbacks

આ પણ વાંચો: 

'Anupamaa'ના અનુજ કાપડિયાને મળે છે આટલો પગાર, એક એપિસોડની ફી જાણી લાગશે ઝટકો

અમિતાભ બચ્ચનની હાલતમાં કોઈ સુધારો નહીં, એક મહિનાથી સહન કરી રહ્યા છે પીડા

'રંગીલા'ના સેટ પર રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલાને મારી હતી જોરદાર થપ્પડ

ઉર્ફી જાવેદ જણાવ્યું હતું કે તે 17 વર્ષની હતી ત્યારે તેણે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કરી લીધો હતો. તેનું કારણ હતું કે તેના પિતા તેને ખૂબ જ મારતા હતા. પિતા તેને એટલી મારતા કે તે બેભાન થઈ જતી. એટલું જ નહીં તેના સંબંધીઓ પણ તેની રિસ્પેક્ટ કરતા નહીં અને તેને પોર્ન સ્ટાર કહેતા. પરિવારનું અને પિતાનું આવું વર્તન હતું તેનું મુખ્ય કારણ હતું કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે કોઈ વ્યક્તિએ તેની facebook પરથી તસવીર લઈને પોર્ન સાઇટ પર અપડેટ કરી દીધી હતી. 

જ્યારે આ વાતની ખબર બધાને પડી તો લોકો ઉર્ફી જાવેદને જ દોશી કહેવા લાગ્યા. એટલું જ નહીં તેના પિતા પણ આ વાતને લઈને ઉર્ફી જાવેદને મારતા અને તેને દોષ દેતા. તેના પિતા જ અન્ય લોકોને એવી વાત કરતા કે પોર્ન સાઇટ વાળા લોકો 50 લાખ રૂપિયા માંગે છે. આ સ્થિતિમાં તેને બે વર્ષ સુધી બધું જ સહન કર્યું. 

પરંતુ જ્યારે તે 17 વર્ષની થઈ તો તેણે ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો. તેનું કહેવું હતું કે ફોટોનો મિસ યુઝ થયો તેમાં તે પીડિત હતી પરંતુ તેના પરિવારના લોકોએ પણ તેને સાથ આપ્યો નહીં અને તેને જ દોશી ગણાવી. ત્યાર પછી તેણે પોતાની બહેન સાથે ઘર છોડી દેવાનું નક્કી કર્યું. 

ઉર્ફી પોતાની બહેન સાથે 17 વર્ષની ઉંમરમાં લખનઉ શિફ્ટ થઈ ગઈ. અહીં તે બાળકોને અભ્યાસ કરાવતી અને પોતાનો ખર્ચો કાઢતી. ત્યાર પછી તે દિલ્હી આવી ગઈ અને અલગ અલગ મિત્રો સાથે થોડો સમય રહી. ત્યાર પછી એક કોલ સેન્ટરમાં નોકરી પણ તેણે કરી. આ નોકરી કર્યા પછી તે મુંબઈ આવી અને અલગ અલગ રોલ માટે ઓડિશન આપવાની શરૂઆત કરી. ત્યાર પછી bigg boss OTT માં આવ્યા બાદ તેની કિસ્મત ચમકી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More