Home> Entertainment
Advertisement
Prev
Next

February New Movies: ફેબ્રુઆરીમાં 'શેહઝાદા'થી લઈને 'સેલ્ફી' સુધી આ 8 ફિલ્મો થશે રિલીઝ

New Movies Release in February: 'પઠાણ' ફિલ્મનો ક્રેઝ જોઈને ન તો બૉલીવુડ કે સાઉથ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. પરંતુ હવે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
 

February New Movies: ફેબ્રુઆરીમાં 'શેહઝાદા'થી લઈને 'સેલ્ફી' સુધી આ 8 ફિલ્મો થશે રિલીઝ

Upcoming Movies: ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે પણ 'પઠાણ'નો ક્રેઝ લોકોના માથા પરથી નથી ઉતર્યો. આવી સ્થિતિમાં મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. પરંતુ હવે કાર્તિક આર્યનની 'શેહઝાદા'થી લઈને અક્ષય કુમારની 'સેલ્ફી' ફેબ્રુઆરી મહિનામાં ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ મહિને બેક ટુ બેક એન્ટરટેઈનમેન્ટ ડોઝ મળવા જઈ રહ્યો છે કારણ કે ફેબ્રુઆરીમાં એક કે બે નહીં પરંતુ 8 ફિલ્મો રિલીઝ થવાની છે.

fallbacks

શિવ શાસ્ત્રી બાલબોઆ (Shiv Shastri Balboa): આ ફિલ્મમાં અનુપમ ખેર અને નીના ગુપ્તા લીડ રોલમાં જોવા મળશે. તે અજય વેણુગોપાલન દ્વારા નિર્દેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં અનુપમની સાથે નીના, નરગીસ ફખરી, જુગલ હંસરાજ અને શારીબ હાશ્મી પણ જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

અ મેન કોલ્ડ ઓટો  (A Man Called Otto): હોલીવુડની ફિલ્મ કોલ્ડ ઓટો પણ 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હોલીવુડની આ કોમેડી ફિલ્મ એક વૃદ્ધ વ્યક્તિના જીવનની સ્ટોરી છે.

આ પણ વાંચો:

વધુ એક મોટી આફતના એંધાણ, ભારતમાં લાખો લોકોનું જીવન જોખમમાં
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલશે અદાણી

વાથી (Vaathi): સુપરસ્ટાર ધનુષની નવી ફિલ્મ 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ધનુષ આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

શકુંતલમઃ (Shaakuntalam): સામંથા રૂથ પ્રભુની નવી ફિલ્મ શકુન્તલમ 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલા પર આધારિત છે.

શેહઝાદા (Shehzada): કાર્તિક આર્યનની ફિલ્મ શેહઝાદા 17 ફેબ્રુઆરીએ રિલીઝ થશે, અગાઉ આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. શેહઝાદામાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

એન્ટ-મેન એન્ડ વાસ્પ(Ant-Man and the Wasp- Quantumania): માર્વેલ સ્ટુડિયોની નવી ફિલ્મ 17 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ માર્વેલની એન્ટ-મેન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.

અફવા (Afwaah): ભૂમિ પેડનેકર અને નવાઝુદ્દીન સિદ્દીકીની અફવા 24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેની સ્ટોરી હજુ સુધી સામે આવી નથી.

સેલ્ફી (Selfiee): અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફી આગામી 24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. એક્શન-કોમેડી-ડ્રામાથી ભરપૂર આ ફિલ્મની ખુબ જ રોચક છે.    

આ પણ વાંચો:
ધુમ્રપાન ન કરતા લોકો કેમ બની રહ્યા છે ફેફસાંના કેન્સરના શિકાર? જાણો કારણ
ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More