Home> Entertainment
Advertisement
Prev
Next

માત્ર 55 દિવસમાં બનેલી અક્ષય કુમારની ફિલ્મનું આ પોસ્ટર તમે જોયું? અરે સોશિયલ મીડિયામાં તો મચી ગઈ છે ધૂમ!

Bachchhan Pandey : અક્ષય કુમારે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે અને તેમાં ક્રિતી સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં જોવા મળશે. અક્ષય કુમારે ફિલ્મનુ પોસ્ટર શેર કરી ટ્રેલર વિશે આપી માહિતી, આ તારીખે રિલીઝ થશે ટ્રેલર.

માત્ર 55 દિવસમાં બનેલી અક્ષય કુમારની ફિલ્મનું આ પોસ્ટર તમે જોયું? અરે સોશિયલ મીડિયામાં તો મચી ગઈ છે ધૂમ!

નવી દિલ્લીઃ બોલીવુડમાં ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમાર હંમેશા પોતાની ફિલ્મોમાં કંઈકને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા રહે છે. ત્યારે હાલ તો અક્ષયની આગામી ફિલ્મના એક પોસ્ટરે ભારે ચર્ચા જગાવી છે. ટૂંક સમયમાં ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય એવા અવતારમાં જોવા મળશે જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.

fallbacks

આ ફિલ્મના અત્યાર સુધી ઘણા પોસ્ટર (Bachchhan Pandey Poster) સામે આવ્યા છે. પરંતુ હવે અક્ષયે એક નવું પોસ્ટર શેર કર્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.ફિલ્મના પોસ્ટરમાં અક્ષય ખૂબ જ ડરામણા લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે. મને ભાઈ નહીં ગોડફાધર કહેવામાં આવે છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે અક્ષયે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જણાવી છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

આ રહી ફિલ્મના ટ્રેલર રિલીઝની ડેટઃ
આ પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યુ કે,આ પાત્રમાં પેઈન્ટથી પણ વધારે શેડ છે. બચ્ચન પાંડે દર્શકોને ડરાવવા, હસાવવા અને રડાવવા માટે તૈયાર છે. ફિલ્મનુ ટ્રેલર 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે.

ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકામાં દેખાશે અક્ષય કુમારઃ
અક્ષય કુમારે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે અને તેમાં ક્રિતી સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે. આ ફિલ્મ હોળીના તહેવાર પર 18 માર્ચે રિલીઝ થશે. ફિલ્મની કહાની એક ગેંગસ્ટર પર આધારિત છે જે અભિનેતા બનવા માંગે છે. જ્યારે અભિનેત્રી ક્રિતી ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે જે ડિરેક્ટર બનવા માંગે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને પ્રતિક બાબર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

માત્ર 55 દિવસમાં પૂરું કરવામાં આવ્યું ફિલ્મનું શૂટિંગઃ
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ નિશ્ચય કુટંડા દ્વારા લખવામાં આવી છે અને ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ પછી કોવિડના વધતા જતા કેસોને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.અહેવાલો અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ માત્ર 55 દિવસમાં પૂરું કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ અક્ષય કુમારની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;