Home> Entertainment
Advertisement
Prev
Next

Saiyara: શું ખરેખર એ મોમેંટ ટૂ રિમેંબરની કોપી છે સૈયારા ? મોહિત સૂરી પર લાગ્યો કોરિયન ફિલ્મની સ્ટોરી ચોરવાનો આરોપ

Saiyara: મોહિત સૂરની રોમાંટિક ફિલ્મ સૈયારા રિલીઝ થઈ ગઈ છે અને સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોનારા લોકોએ હોબાળો મચાવી દીધો છે. લોકોનું કહેવું છે કે મોહિત સુરીએ કોરિયન ફિલ્મની સ્ટોરી ચોરી કરી છે. એટલે કે સૈયારા ફિલ્મ કોરિયન ફિલ્મની કોપી છે.
 

Saiyara: શું ખરેખર એ મોમેંટ ટૂ રિમેંબરની કોપી છે સૈયારા ? મોહિત સૂરી પર લાગ્યો કોરિયન ફિલ્મની સ્ટોરી ચોરવાનો આરોપ

Saiyara: ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર ફિલ્મ સૈયારા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે અને સાથે જ ફિલ્મને લોકો પસંદ પણ કરી રહ્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે પરંતુ સાથે જ કેટલાક લોકો ફિલ્મ મેકર્સ પર એક કોરિયન ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો આરોપ પણ લગાડી રહ્યા છે. 

fallbacks

આ પણ વાંચો: વન નાઈટ સ્ટેન્ડ પછી લાઈફમાં આવ્યો યુટર્ન, કોઈએ કરાવ્યું અબોર્શન તો કોઈને મળ્યો પતિ

એ મોમેંટ ટૂ રિમેંબરની કોપી 

ફિલ્મ જોવાના શોખીન લોકો દરેક ભાષાની સારી ફિલ્મો જોતા હોય છે. સૈયારા ફિલ્મ જોયા પછી આવા કેટલાક ફિલ્મ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહ્યું છે કે મોહિત સુરીએ કોરિયન ફિલ્મની સ્ટોરી ચોરી કરી સૈયારા ફિલ્મ બનાવી છે. ફિલ્મ જોનાર લોકોનું કહેવું છે કે સૈયારા ફિલ્મની સ્ટોરી વર્ષ 2004 માં આવેલી કોરિયન ફિલ્મ એ મોમેંટ ટૂ રિમેંબર ને મળતી આવે છે. સૈયારા ફિલ્મ રોમાંટિક ડ્રામા છે જેમાં ગુસ્સેલ મ્યૂઝિશિયન કૃષ કપૂર જે અહાન પાંડે છે અને શરમાળ યુવતી જે અનીત પડ્ડા છે તેની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. સ્ટોરી ત્યારે ઈમોશનલ થઈ જાય છે જ્યારે વાણીને અલ્ઝાઈમર વિશે ખબર પડે છે. 

આ પણ વાંચો: 6 એપિસોડની આ ફાડૂ વેબ સીરીઝે 3 દિવસમાં ઈતિહાસ રચ્યો, ઓટીટી પર ટ્રેંડ કરે છે નંબર 1

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર આ પ્રકારની જ સ્ટોરી વર્ષ 2004 માં આવેલી ફિલ્મ એ મોમેંટ ટૂ રિમેંબરની છે. જેમાં પણ ફિલ્મ એવા કપલ આસપાસ ફરે છે જેમાં યુવતીને અલ્ઝાઈમર થાય છે અને તે સંબંધ છોડી જતી રહે છે. પરંતુ યુવક તેને છોડતો નથી તેની સાથે રહી તેને જૂની યાદો યાદ કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: રણબીર કપૂરની રામાયણની પહેલી ઝલક જુઓ, રામ-રાવણનો ફર્સ્ટ લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

ફિલ્મ ચાહકોનું કહેવું છે કે મોહિત સુરીએ કોરિયન ફિલ્મનો પ્લોટ ચોરી કરી લીધો છે. એક યુઝરે એમ પણ લખ્યું છે કે બંને ફિલ્મોમાં ઘણી બધી સમાનતાઓ છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એક સમાન છે. જો કે કે લોકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી. આ પહેલા પણ મોહિત સુરી કોરિયન ફિલ્મોથી પ્રેરણા લઈ ફિલ્મ બનાવી ચુક્યા છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More