Home> Entertainment
Advertisement
Prev
Next

આલોક નાથ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ, ટૂંક સમયમાં લેવાશે પગલાં

એએનઆઇના સમાચાર અનુસાર મુંબઇ પોલીસના એડીશનલ સીપી મનોજ શર્માએ આ એફઆઇઆર દાખલ થઇ હોવાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે 'ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરૂદ્ધ રેપ માટે લગાવવામાં આવતી કલમ સેક્શન 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આલોક નાથ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ, ટૂંક સમયમાં લેવાશે પગલાં

નવી દિલ્હી: થોડા સમય પહેલાં જ્યારે બોલીવુડના મોટા નામ #MeToo આંદોલનના લીધે સામે આવ્યા હતા તેમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા 'સંસ્કારની પાઠશાળા' કહેવામાં આવતા એક્ટર આલોક નાથનું નામ. લેખિકા અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ આલોક નાથ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા, સાથે જ તેમણે ગત મહીનાની 17મી તારીખે આલોક નાથ વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. તેમની ફરિયાદના આધારે હવે આલોક નાથના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. 

fallbacks

એએનઆઇના સમાચાર અનુસાર મુંબઇ પોલીસના એડીશનલ સીપી મનોજ શર્માએ આ એફઆઇઆર દાખલ થઇ હોવાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે 'ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરૂદ્ધ રેપ માટે લગાવવામાં આવતી કલમ સેક્શન 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે આ મામલો રાઇટર વિંતા નંદાની ફરિયાદના આધાર પર દાખલ કરવામાં આવ્યો છે.
fallbacks

તમને જણાવી દઇએ કે રાઇટર-પ્રોડ્યૂસર વિંતા નંદાએ ઓક્ટોબરની 17 તારીખના રોજ એક્ટર આલોક નાથ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. નંદાએ આલોક નાથ પર 19 વર્ષ પહેલાં યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. નંદાએ કહ્યું હતું કે 'પોલીસે ખૂબ સહયોગ આપ્યો અને તેમને મારું નિવેદન લીધું. પોતાનું નિવેદન દાખલ કરાવવું સરળ ન હતું કારણ કે આ પોતાના દર્દને ફરીથી જીવવા માફક હતું. અમે આલોક નાથ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.
fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર આલોક નાથે આ મામલે ભારતીય ફિલ્મ તથા ટેલિવિઝન નિર્દેશક સંઘ (આઇએફટીડીએ) દ્વારા તેમને ઇશ્યૂ કરેલી નોટીસનો જવાબ આપાવાની ના પાડી દીધી હતી અને નંદા વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી લેખિત માફી તથા પ્રતીકાત્મક રીતે એક રૂપિયાના વળતરની માંગ કરી હતી.

fallbacks
તો બીજી તરફ આ દરમિયાન ટીવી અભિનેત્રી અમીન, સંઘ્યા, મૃદૃલ અને હિમાની શિવપુરીએ પણ આલોકનાથ વિરૂદ્ધ પોતાના ખરાબ અનુભવો શેર કર્યા હતા. વિંતાની ફેસબુક પોસ્ટના અનુસાર તે આલોકનાથની પત્નીની બહેનપણી હતી. તેનો ફાયદો ઉઠાવીને આલોક નાથે તેમનું શોષણ કર્યું હતું. તેમણે મારી સાથે શારીરિક દુર્વ્યહાર કર્યો, જ્યારે હું વર્ષ 1994ના જાણિતા શો 'તારા' માટે કામ કરી રહી હતી. સંધ્યા મૃદૃલનું કહેવું છે કે એક શૂટિંગ દરમિયાન આલોકનાથે તેમની સાથે ખરાબ હરકત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More