Home> Entertainment
Advertisement
Prev
Next

Viral Post : જ્યારે શાહરૂખે ખુલ્લેઆમ બિગ બીને કહ્યું...હવે 'બદલા'નો સમય

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનના પ્રશંસકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

Viral Post : જ્યારે શાહરૂખે ખુલ્લેઆમ બિગ બીને કહ્યું...હવે 'બદલા'નો સમય

નવી દિલ્હી : શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનના પ્રશંસકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ બંને સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે. હાલમાં શાહરૂખે ટ્વિટર પર અમિતાભને કરેલી ટ્વીટ ચર્ચાનો મુદ્દો બની છે. શાહરુખ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર અમિતાભ બચ્ચનને ટેગ કરી લખ્યું છે કે, ‘હું તમારી સાથે બદલો લેવા આવી રહ્યો છું બચ્ચન સાહેબ, તૈયાર રહેજો’. જોકે, શાહરૂખની આ ટ્વીટનો અમિતાભે પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે. 

fallbacks

તાપસી પન્નુએ એપણ આ બંને એક્ટર્સને ટેગ કરીને મજેદાર કમેન્ટ કરી છે. હકીકતમાં અમિતાભની ફિલ્મ બદલાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે અને આવતીકાલે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. 

Video : રિલીઝ થયું 'મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર, સોશિયલ મીડિયામાં મળી ભરપુર પ્રશંસા

આ ફિલ્મને સસ્પેન્સ થ્રિલર ‘કહાની’ બનાવનારા ડાયરેક્ટર સુજોય ઘોષે ડાયરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સમાં રેડ ચિલી એન્ટરટેનમેન્ટ પણ સામેલ છે. આ ફિલ્મનું ટ્રેલર 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. બિગ બી અને તાપસીના લીડ રોલવાળી આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More