Home> Entertainment
Advertisement
Prev
Next

સામે આવ્યો 'થલાઇવી'નો પહેલો VIDEO, લોકોએ કહ્યું કે...

બોલિવૂડની ક્વિન કંગના રનૌત (kangana Ranaut) હાલમાં દિવંગત રાજનેતા જયલલિતાની બાયોપિક 'થલાઇવી (Thalaivi)'ની તૈયારીમાં લાગેલી છે. કંગના પોતાના દરેક પાત્રોને ભજવવા માટે ભરપુર તૈયારી અને મહેનત કરવા માટે જાણીતી છે. 

સામે આવ્યો 'થલાઇવી'નો પહેલો VIDEO, લોકોએ કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડની ક્વિન કંગના રનૌત (kangana Ranaut) હાલમાં દિવંગત રાજનેતા જયલલિતાની બાયોપિક 'થલાઇવી (Thalaivi)'ની તૈયારીમાં લાગેલી છે. કંગના પોતાના દરેક પાત્રોને ભજવવા માટે ભરપુર તૈયારી અને મહેનત કરવા માટે જાણીતી છે. જોકે કમનસીબે લોકોને તેનો Thalaiviનો લુક બિલકુલ પસંદ નથી પડ્યો. આ લુક માટે કંગનાએ પ્રોસ્થેટિક મેકઅપ માટે બહુ મહેનત કરવી પડી હશે. 

fallbacks

ફિલ્મના ફર્સ્ટ લુકને નવા ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલાં ફર્સ્ટ લુકને પોસ્ટર ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે વીડિયો ફોર્મેટમાં લોન્ચ કરાયો છે. જોકે આ વીડિયોમાં લોકોની કમેન્ટ જોઈને લાગે છે કે તેમને આ લુક બિલકુલ પસંદ નથી પડ્યો. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. 

જોકે કંગનાની મોટી બહેન અને પ્રવક્તા રંગોલી ચંદેલે હવે એ ટ્રોલર્સ પર પસ્તાળ પાડી છે જે લુકના મામલે તેને ટ્રોલ કરી રહ્યા છે. રંગોલીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જો કોઈ પાસે આંખ હોય તો એ પ્રોસ્થેટિકના શાનદાર કામને જોઈ શકે છે. જોકે સમોસા ગેંગ તો છે જે દિવસને રાત અને રાતને દિવસ કહે છે, એનું મહત્વ નથી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More