Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'નો ફર્સ્ટ લુક થયો જાહેર

સોમવારે અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરતા ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો અને બીજા ટ્વીટના માધ્યમથી તે પણ જાણકારી આપી કે કાલે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવશે. 
 

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'નો ફર્સ્ટ લુક થયો જાહેર

નવી દિલ્હીઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'ઝુંડ (Jhund)'નો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકની સાથે મરાઠી સિનેમાના જાણીતા ડાયરેક્ટર નાગરાજ મંજુલે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની રિલીઝ ડેટ પરથી કાલે એટલે કે 21 જાન્યુઆરીએ પડદો ઉઠી જશે. સોમવારે અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરતા ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો અને બીજા ટ્વીટના માધ્યમથી તે પણ જાણકારી આપી કે કાલે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવશે. 

fallbacks

આવો છે ફિલ્મનો ફર્સ્ટ લુક
ફિલ્મના ફર્સ્ટ લુકમાં અમિતાભ બચ્ચનને પાછળથી દેખાડવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેઓ કોઈ મેદાનની પાસે ઉભા છે અને તેમની સામે એક બાઉન્ડ્રી છે, તેમની ડાબી બાજુ એક ફુટબોલ રાખેલો છે અને જમણી બાજુ એક તૂટેલી ગાડી જોવા મળી રહી છે. હાલમાં ફિલ્મ ઝુંડના પ્રોડ્યુસર સવિતા હાયરમથે જણાવ્યું હતું કે ફિલ્મ ઝુંડમાં બિગ બી એક આદિવાશી શિક્ષક બન્યા હતા. 

આ પહેલા પણ અમિતાભ બચ્ચન ફિલ્મ 'મોહબ્બતે', 'આરક્ષણ' અને 'બ્લેક'માં ટીચરની ભૂમિકા ભજવી ચુક્યા છે. આશા છે કે બિગ બી અને નાગરાજની આ જોડી પહેલીવાર લોકોને પૈસા વસૂલ મનોરંજન આપશે. હાલમાં અમિતાભ બચ્ચનનું 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર તરફથી આપવામાં આવેલા વાર્ષિક પુરસ્કાર મેળવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, 'હું તમામનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું કે આજે મને તે યોગ્ય સમજવામાં આવ્યો કે હું દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More