નવી દિલ્હી: દુનિયાભરના ફેન્સને પ્રભાસ (Prabhas)ની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ 'રાધે શ્યામ' છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે. જેને ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તૃત કરવામાં આવ્યું છે અને યૂવી ક્રિએશન્સ નિર્મિત છે. શુક્રવારે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ચૂક્યો છે.
Here's Our Darling #Prabhas' #RadheShyam First Look ♥️@hegdepooja @director_radhaa @UV_Creations@TSeries @itsBhushanKumar @AAFilmsIndia #Prabhas20FirstLook pic.twitter.com/uK18QqsGEi
— Prabhas (@PrabhasRaju) July 10, 2020
પ્રભાસની આ ફિલ્મના નામની સાથે-સાથે તેમની અભિનેત્રીના નામનો પણ ખુલાસો થઇ ચૂક્યો છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં પ્રભાસ અને પૂજા હેગડે સાથે જોવા મળી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે