Home> Entertainment
Advertisement
Prev
Next

First Look : 'હિચકી'ની સફળતા બાદ 'મર્દાની 2'માં જોવા મળશે રાણી મુખર્જી, શરૂ થયું શૂટિંગ

રાની મુખર્જીએ 2014ની પોતાની હિટ ફિલ્મ 'મર્દાની'ની સીક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. 

First Look : 'હિચકી'ની સફળતા બાદ 'મર્દાની 2'માં જોવા મળશે રાણી મુખર્જી, શરૂ થયું શૂટિંગ

નવી દિલ્હીઃ મોટા પડદા પર છેલ્લે 2018માં ફિલ્મ  'હિચકી'માં જોવા મળેલી અભિનેત્રી રાની મુખર્જી ફરીથી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. તેણે 2014ની પોતાની હિટ ફિલ્મ 'મર્દાની'ની સીક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. યશરાજ ફિલ્મ્સે બુધવારે કહ્યું કે, રાની 'મર્દાની 2'ના સેટ પર પરત આવી ગઈ છે. 

fallbacks

યશરાજ ફિલ્મ્સના સત્તાવાર ટ્વીટર પેજ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું, રાની મુખર્જીએ 'મર્દાની 2' માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. 

પોસ્ટમાં ફિલ્મમાં રાનીના લુકની એક ઝલક પણ આપી છે. તે એક ગંભીર પોલીસ અધિકારીના લુકમાં જોવા મળી રહી છે. તસ્વીરેમાં તેણે સફેદ શર્ની સાથે કાળુ જીન્સ પહેર્યું છે. 'મર્દાની'ના પ્રથમ ભાગનું દિગ્દર્શન પ્રદીપ સરકારે કર્યું હતું. 'મર્દાની 2'નું દિગ્દર્શન પર્દાપણ કરવા જઈ રહેલા ડાયરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થાય તેવી સંભાવના છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More