મુંબઇ: તાપસી પન્નૂને ફરી એકવાર મોટા પડદે એક ખેલાડીની ભૂમિકામાં જોઇ શકાશે. 'બેબી' 'નામ શબાના' જેવી ફિલ્મોમાં જોરદાર એક્શન અને 'સૂરમા'માં હોકી ખેલાડી બનેલી તાપસી આ વખતે ફરી એકવાર દોડવીર બની છે. તાપસીની નવી ફિલ્મ 'રશ્મિ રોકેટ'ની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મમાં પોતાના લુકને લઇને તાપસી ગઇકાલથી પોતાના ફેન્સમાં ઉત્સુકતા જગાવી રહી હતી. તેમણે પોતાના લુકની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી હતી, પરંતુ હવે આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. 'રશ્મી રોકેટ' ગુજરાતના કચ્છની ફાસ્ટ રનર રશ્મિ પર આધારિત છે.
અનટાઇટલ્ડ ફિલ્મમાં તાપસી પન્નૂ આવશે નજર, રિલીઝ થયું દિલચસ્પ લુક પોસ્ટર
ફિલ્મના પોસ્ટરમાં તાપસી કચ્છના સફેદ રણ જેવા વિસ્તારમાં રેસિંગ ટ્રેક પર દોડતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ આ ફિલ્મનું મોશન પોસ્ટર.
On your marks...
Get set....
Halo..
Meet the headstrong
And fearless #RashmiRocket.@MrAkvarious @RonnieScrewvala @RSVPMovies @iammangopeople #NehaAnand #PranjalKhandhdiya @shubhshivdasani
Music for the motion poster: @LesleLewisShooting starts soon :) pic.twitter.com/sn7ezpfpuA
— taapsee pannu (@taapsee) August 30, 2019
તાપસી ફક્ત 'રશ્મિ રોકેટ'માં જ ખેલાડીની ભૂમિકા જોવા મળી રહી નથી. તેમની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ'માં પણ તે એક ખેલાડી જોવા મળશે. 'સાંડ કી આંખ' બે ઉંમરલાયક શાર્પ શૂટર મહિલાઓની કહાની છે. આ ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડણેકર પણ જોવા મળશે. લાગે છે કે 'મિશન મંગલ' બાદ હવે તાપસી 'મિશલ ખેલ' પર નિકળી પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે