Home> Entertainment
Advertisement
Prev
Next

Netflix પર આવશે પહેલો પાકિસ્તાની શો, બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા આ કલાકારો દેખાશે શોમાં

Pakistani Show: આ શોનું હાલ નામ જો બચે હૈ સંગ સમેટ લો છે. આ શોની વાર્તા આગળ ત્યારે વધે છે જ્યારે સિકંદર ને નોકરી કરવા માટે ઈટલી જવું પડે છે. ત્યાં તેની મુલાકાત લિઝા નામની એક સુંદર ઇટાલિયન યુવતી સાથે થાય છે. તેમની વચ્ચે વાતચીત શરૂ થાય છે અને પછી સંબંધ પ્રેમ સુધી પહોંચે છે. પરંતુ તેમની વચ્ચે તેમના ભૂતકાળના રહસ્યો સામે આવે છે... 

Netflix પર આવશે પહેલો પાકિસ્તાની શો, બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા આ કલાકારો દેખાશે શોમાં

Pakistani Show: બોલીવુડ ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોની એન્ટ્રી બૈન છે પરંતુ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર એક સીરીઝ રિલીઝ થશે જેમાં બોલીવુડમાં કામ કરી ચૂકેલી મહિલા ખાન અને ફવાદ ખાન જોવા મળશે. નેટફિક્સ પર આ પહેલો પાકિસ્તાની શો રિલીઝ થવાનો છે. આ પાકિસ્તાની શો ફરહત ઇશ્તિયાકના ઉર્દુ ઉપન્યાસ પર આધારિત છે. આ ઉપન્યાસ વર્ષ 2013 માં પ્રકાશિત થયો હતો. ઉપન્યાસ ની વાર્તા અનિદ્રાથી પીડિત એક યુવક સિકંદર પર આધારિત છે. આ વ્યક્તિને જ્યારે પણ ઊંઘ આવે છે ત્યારે તેને વિચિત્ર સપના આવે છે.

fallbacks

આ પણ વાંચો:

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ અભિનેત્રી

અભિનેત્રીનો પૂર્વ પતિ પર ગંભીર આરોપ, '50 લાખમાં મારા ન્યૂડ વીડિયો વેચ્યા'

ટીવી છોડી પંજાબી ફિલ્મોમાં અજમાવ્યું કિસ્મત, આજે મોટા પડદા પર કરે છે રાજ

આ શોનું હાલ નામ જો બચે હૈ સંગ સમેટ લો છે. આ શોની વાર્તા આગળ ત્યારે વધે છે જ્યારે સિકંદર ને નોકરી કરવા માટે ઈટલી જવું પડે છે. ત્યાં તેની મુલાકાત લિઝા નામની એક સુંદર ઇટાલિયન યુવતી સાથે થાય છે. તેમની વચ્ચે વાતચીત શરૂ થાય છે અને પછી સંબંધ પ્રેમ સુધી પહોંચે છે. પરંતુ તેમની વચ્ચે તેમના ભૂતકાળના રહસ્યો સામે આવે છે અને સંબંધોમાં તણાવ ઉભો થાય છે. આ શોમાં ફવાદ ખાન અને મહિરા ખાન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

જણાવી દઈએ કે ફવાદ ખાન પાકિસ્તાનના સુપરસ્ટારમાંથી એક છે. તેણે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફવાદ ખાન બોલીવુડની ખૂબસૂરત, કપૂર એન્ડ સન્સ અને એ દિલ હે મુશ્કિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેની સાથે આ ફિલ્મમાં મહિરા ખાન પણ જોવા મળશે જે શાહરુખ ખાન સાથે રઈસ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

પાકિસ્તાનમાં ફવાદના શો ખૂબ જ લોકપ્રિય રહે છે. તેવામાં જો બચે હૈ સંગ સમેટ લો શોથી તે નેટફ્લિક્સ પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ સીરીઝનું શૂટિંગ પાકિસ્તાનની સાથે ઈટલી અને યુરોપના અન્ય દેશોમાં પણ થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More