Home> Entertainment
Advertisement
Prev
Next

Gadar 2 Trailer: તારા સિંહ પાકિસ્તાનમાં બોલાવશે ધડબડાટી, ગદર 2નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા

Gadar 2 Trailer: એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર 2 માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

Gadar 2 Trailer: તારા સિંહ પાકિસ્તાનમાં બોલાવશે ધડબડાટી, ગદર 2નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા

Gadar 2 Trailer: સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 ફિલ્મ હવે થોડા જ દિવસોમાં ઘરમાં જોવા મળશે. જેમ જેમ ફિલ્મ રિલીઝની ડેટ નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. તેવામાં એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર 2 માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

fallbacks

આ પણ વાંચો:

અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ને મોટો ઝટકો, સેંસર બોર્ડે આપ્યું A સર્ટીફિકેટ

આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના MMS એ લગાવી હતી આગ

દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓનું લિસ્ટ જાહેર, 2 ભારતીય અભિનેત્રીઓ પણ લીસ્ટમાં

ગદર 2 નું ટ્રેલર જોઈને લોકો પણ રોમાંચિત થઈ ગયા છે. લોકો ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મ બ્લોકબસ્ટર છે.. ટ્રેલર જોઈને રુવાડા ઉભા થઈ જાય છે. કેટલાક યુઝરનું કહેવું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. કેટલાક યુઝરનું કહેવું છે કે તેઓ ગદર 2 જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. 

ગદર 2 માં સની દેઓલના દીકરાનું પાત્ર ઉત્કર્ષ શર્મા ભજવી રહ્યો છે. વર્ષ 2001 માં ગદર રિલીઝ થઈ હતી અને તે સમયે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. આ ફિલ્મે 133 કરોડનો બિઝનેસ કર્યો હતો જ્યારે ફિલ્મનું નિર્માણ 19 કરોડમાં જ થયું હતું. ગદરનો પહેલો ભાગ 15 જૂન 2001 ના રોજ રિલીઝ થયો હતો.

અનિલ શર્માની ફિલ્મ ગદર 2 આગામી 11 ઓગસ્ટે રીલીઝ થવાની છે. જોકે આ દિવસે બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મોની ટક્કર થશે. 10 ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવાની છે જ્યારે 11 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2 પણ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More