Home> Entertainment
Advertisement
Prev
Next

'ગેમ ઓવર'ના સેટ પર તાપસી પન્નૂ થઇ ઘાયલ, ગંભીરના ફોટા સામે આવ્યા!

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂની આગામી ફિલ્મ 'ગેમ ઓવર' રિલીઝ થવામાં 5 દિવસ બાકી છે. આ દરમિયાન તેમના એવા ફોટા સામે આવ્યા છે જેને જોઇને તેમના ફેન્સને ઝટકો લાગી શકે છે. આ ગંભીર ઇજાઓના ફોટા શેર કરતાં તાપસીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ફોટા એટલા ખતરનાક છે કે તેને જોઇને લાગી રહ્યું છે કે ખરેખર હવે તાપસી ઘણા દિવસો સુધી વ્હીલચેર પર રહેવાની છે.

'ગેમ ઓવર'ના સેટ પર તાપસી પન્નૂ થઇ ઘાયલ, ગંભીરના ફોટા સામે આવ્યા!

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂની આગામી ફિલ્મ 'ગેમ ઓવર' રિલીઝ થવામાં 5 દિવસ બાકી છે. આ દરમિયાન તેમના એવા ફોટા સામે આવ્યા છે જેને જોઇને તેમના ફેન્સને ઝટકો લાગી શકે છે. આ ગંભીર ઇજાઓના ફોટા શેર કરતાં તાપસીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ફોટા એટલા ખતરનાક છે કે તેને જોઇને લાગી રહ્યું છે કે ખરેખર હવે તાપસી ઘણા દિવસો સુધી વ્હીલચેર પર રહેવાની છે.

fallbacks

આ ફિલ્મ 'ગેમ ઓવર'માં તેના રોલનો એક વીડિયો ગેમ પ્રોગ્રામરનો છે. તેના પાત્રનું નામ સ્વપ્ના હશે. થોડા કલાકો પહેલાં તાપસી પન્નૂએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ફોટા શેર કર્યા છે. જેમાં તાપસીનો એક હાથ ગંભીર રીતે ઘાયલ દેખાઇ રહ્યો છે. તો બીજી તરફ તેના બંને પગમાં પ્લાસ્ટર જોવા મળી રહ્યું છે. જુઓ આ ફોટા...

પરંતુ અહીં કદાચ તાપસીએ ફિલ્મની રિલીઝ પહેલાં ફિલ્મમાં પોતાના રોલની ઝલક બતાવી છે. ફોટાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે 'હા હા, બરફથી ઢંકાયેલા પહાડ પર શિફોન સાડી પહેરીને 25 દિવસ સુધી કામ કરવું ખરેખર મુશ્કેલ હતું એટલા માટે આ પસંદ કર્યું.' આ કેપ્શન સાથે સ્પષ્ટ જાહેર થઇ રહ્યું છે કે હવે તાપસી પોતાના પાત્રોને લઇને ઇરાદો સ્પષ્ટ કરી ચૂકી છે. જુઓ ફિલ્મનું ટ્રેલર.. 

પરંતુ આ પ્રકારની દિલને હચમચાવી દેનાર તસવીરો જોયા બાદ તાપસીના ફેન્સ ખૂબ પરેશાન થઇ ગયા છે. સતત તેમની પોસ્ટ પર તેમની કુશળતાને લઇને દુવાઓવાળી કોમેન્ટ સામે આવી છે. લોકો તેમના સ્વાસ્થ્ય લઇને ખૂબ પરેશાન જોવા મળી રહી છે. 
fallbacks

તમને જણાવી દઇએ કે કશ્યપની ફિલ્મ 'ગેમ ઓવર'માં તાપસી પન્નૂ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં રિલીઝ થવા જઇ રહી છે. જેમાં હિંદી, તમિળ અને તેલુગૂ જેવી ભાષા સામેલ છે. તાજેતરમાં તાપસીએ પોતાના એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે પોતાના પાત્ર માટે 25 દિવસ વ્હીલચેર પર પસાર કર્યા હતા. આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More