Home> Entertainment
Advertisement
Prev
Next

Ganesh Chaturthi 2022: બોલીવુડમાં પણ ઘરેઘરે બિરાજે છે બાપ્પા! જાણો કયા સિતારાઓ છે ગણપતિના ભક્ત

Ganesh Chaturthi 2022: બોલીવુડના મોટાભાગના કલાકારો ગણેશજીને ખુબ જ માને છે. અમિતાભ હોય કે અક્ષયકુમાર રિતિક હોય કે સલમાન ખાન સૌ કોઈ દર વર્ષે પોતાના ઘરે ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરીને તેમની પુજા અર્ચના કરે છે.

Ganesh Chaturthi 2022: બોલીવુડમાં પણ ઘરેઘરે બિરાજે છે બાપ્પા! જાણો કયા સિતારાઓ છે ગણપતિના ભક્ત

નવી દિલ્હીઃ દેશભરના લોકો આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવણી રહ્યા છે. ગણપતિ બાપ્પાના નામની ભક્તિ ચારેતરફ થઈ રહી છે. દરેક લોકો ગણપતિ બાપ્પા સામે શીષ ઝુકાવી રહ્યા છે. તો ઘણા એવા પણ ભક્તો છે જેઓ શ્રીજીની પ્રતિમાને પોતાના ઘરે લાવ્યા છે. આજનો દિવસ ફક્ત સામાન્ય ભક્તો માટે નથી, પરંતુ બોલીવુડ સ્ટાર માટે પણ આજનો દિવસ ખાસ છે. આજના દિવસે ઘણા મોટા અભિનેતાઓ ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને આવા જ અભિનેતાઓ વિશે જણાવીએ.

fallbacks

એક્ટર ગોવિંદા અને તેમનો પરિવાર ગણપતિ બાપાના મોટા ભક્ત છે. તેઓ ગણપતિ બાપાની પૂજા તો કરે જ છે, સાથે ગણેશ મહોત્સવમાં તેઓ ભગવાનને પોતાના ઘરે પણ લાવે છે. સંજય દત્ત તો મહાદેવના મોટા ભક્ત છે, તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે સંજય દત્ત અને તેમની પત્ની માન્યતા દત્ત ગણેશ ભગવાનમાં બહુ જ આસ્થા રાખે છે. સંજય દત્તનો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થી પર ભગવાનને પોતાના ઘરે લાવે છે.

બોલીવુડના ગ્રીક ગોડ ઋત્વિક રોશન પણ ગણપતિ બાપાના ભક્ત છે. ઋત્વિક પણ પોતાના ઘરે દરવર્ષે બાપ્પાનું સ્વાગત કરે છે. ત્યારે આખો જ રોશન પરિવાર એકસાથે રહીને ગણેશ ભગવાનની પૂજા-અર્ચના અને સેવા કરે છે. શાહરૂખ ભલે મુસ્લિમ હોય પરંતુ તેઓ એક ગણેશ ભક્ત પણ છે. શાહરૂખના ગણેશ ભક્ત હોવાને લઈ તેઓ ઘણીવાર ટ્રોલ પણ થઈ ચુક્યા છે. તેમ છતાં ગણપતિ બાપામાં શાહરૂખ ખાન ખૂબ જ આસ્થા રાખે છે. શાહરૂખ દરવર્ષે પોતાના ગણપતિ લાવે છે. અને શાહરૂખ ખાન હંમેશા બાપા સાથે ખેંચેલી પોતાના પુત્ર અબરામની ફોટો શેર કરે છે.

શિલ્પા શેટ્ટી પણ ખૂબ મોટી ગણેશ ભક્ત છે. સુખ અને દુખ બંને સમયે શિલ્પા ગણપતિ બાપાને પોતાની પાસે જ રાખે છે. તેમના ઘરે દરવર્ષે ગણપતિ બાપાનું આગમન થાય છે. 2021માં જ્યારે તેમના પતિ રાજ કુંદ્રા જેલમાં ગયા હતા, ત્યારે પણ શિલ્પાએ બાપા પાસેથી મદદ અને શક્તિની કામના કરી હતી. બોલીવુડના ભાઈ સલમાન ખાન ગણપતિ બાપાના ભક્ત છે. દરવર્ષે ધામધૂમથી સલમાન બાપાને પોતાના ઘરે લાવે છે. તો સુપરસ્ટારની નાની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે.

 

 

શ્રદ્ધા કપૂર શરૂઆતથી જ ટ્રેડિશનલ રહી છે. શ્રદ્ધા પૂજા-પાઠમાં ખાસ ધ્યાન લગાવે છે. ગણેશ ચતુર્થી તેમનો ફેવરિટ તહેવાર કહીએ તો પણ ખોટું નથી. દરવર્ષે શ્રદ્ધા ગણપતિ બાપાનું સ્વાગત ઘરે કરે છે. ટીવી ક્વીન એકતા કપૂરના ઘરના તમામ લોકો ગણપતિ બાપાના ભક્ત છે. એકતા દરેક નાના મોટા કામ માટે ગણપતિ ભગવાનના મંદિરે જાય છે. ત્યારે ગણેશ ચતુર્થીના તહેવારે તેમના ઘરે અચૂકથી ગણપતિ બાપા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More