Home> Entertainment
Advertisement
Prev
Next

સુનીલ શેટ્ટીના દીકરાની આ છે ગર્લફ્રેન્ડ, શેટ્ટીપરિવાર તેના પર ઓળઘોળ

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ બુધવારે પોતાની પત્ની માના શેટ્ટીના બર્થ-ડે સેલિબ્રેશન માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું

સુનીલ શેટ્ટીના દીકરાની આ છે ગર્લફ્રેન્ડ, શેટ્ટીપરિવાર તેના પર ઓળઘોળ

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ બુધવારે પોતાની પત્ની માના શેટ્ટીના બર્થ-ડે સેલિબ્રેશન માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં નજીકના મિત્રો અને પરિવારના સ્વજનોને આમંત્રણ આપ્યું હતું. આ પાર્ટીમાં બધાએ બહુ મજા માણી હતી પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી સુનીલના દીકરા આહાન સાથે આવેલી તાન્યા શ્રોફ. 

fallbacks

આહાનની ગર્લફ્રેન્ડ તાન્યા ફેશન ડિઝાઇનર છે અને આ બંને અનેકવાર લંચ, ડિનર અને મૂવીમાં એકસાથે ફરતા જોવા મળે છે. જોકે તાન્યા પહેલીવાર સત્તાવાર રીતે શેટ્ટીપરિવારના કોઈ પારિવારીક કાર્યક્રમમાં જોવા મળી હતી અને આખો પરિવાર તેના પર ઓળઘોળ હતો. 

માના શેટ્ટીની આ પાર્ટીમાં બધા બહુ ઉત્સાહી હતા અને પાપારાઝીઓ સાથે બહુ પોઝ આપીને તસવીરો પડાવી હતી. સામાન્ય રીતે સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી લાઇમલાઇટથી દૂર રહેવામાં માને છે. માના સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયા નામનું એનજીઓ ચલાવે છે. આ પાર્ટીમાં સુનીલ-માનાની દીકરી અથિયા કોઈ કારણોસર હાજર રહી શકી નહોતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More