Home> Entertainment
Advertisement
Prev
Next

શક્તિ કપૂરની 35 વર્ષ જૂની ભવિષ્યવાણી પડી સાચી! સોનાના ભાવ વધતા વાયરલ થયો વીડિયો

Shakti Kapoor 35 Year Old Goes Viral: સોનાની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. સોનાના ભાવમાં વધારા સાથે બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર ચર્ચામાં આવી ગયા છે. તેનો 35 વર્ષ જૂનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શક્તિ કપૂરની 1989માં આવેલી ફિલ્મ 'ગુરુ'નો ડાયલોગ વાયરલ થઈ રહ્યો છે.

શક્તિ કપૂરની 35 વર્ષ જૂની ભવિષ્યવાણી પડી સાચી! સોનાના ભાવ વધતા વાયરલ થયો વીડિયો

Shakti Kapoor Gold Rate Prediction Goes Viral: ઈન્ટરનેટ પર ક્યારે કયો વીડિયો વાયરલ થઈ જાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ દિવસોમાં સોનું ખરીદવું દરેક માટે સૌથી મોટી મુશ્કેલી છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં બોલીવુડના જાણીતા અભિનેતા શક્તિ કપૂરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ તમે પણ વિચારશો કે 35 વર્ષ જૂની વાત આજે સાચી પડી છે. આ વીડિયો વાયરલ થયા બાદ શક્તિ કપૂર લાંબા સમય બાદ ચર્ચામાં આવી ગયા છે.

fallbacks

સોનાના ભાવ વધતા છવાયા શક્તિ કપૂર
મહત્વનું છે કે અક્ષય તૃતીયા પહેલા સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો છે. જે બાદ 35 વર્ષ પહેલા 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુરુ'નો શક્તિ કપૂરનો એક ડાયલોગ ચર્ચામાં આવ્યો હતો, જે આ સમયે દરેક જગ્યાએ ખૂબ જ લોકપ્રિય છે. અભિનેતા કહેતા સાંભળવા મળે છે કે એક દિવસ સોનાની કિંમત પ્રતિ તોલા એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે. તે જ સમયે, વાસ્તવિક જીવનમાં પણ, પ્રથમ વખત, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર થયો છે. આ કિંમત સોનાની અત્યાર સુધીની સૌથી વધુ કિંમત માનવામાં આવે છે.

શક્તિ કપૂરનો જૂનો વીડિયો વાયરલ
હકીકતમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં શક્તિ કપૂરે પોતાના ફિલ્મના પાત્રમાં કહે છે કે સોનાનો ભાવ વધશે. 5 હજાર રૂપિયા તોલું, 10 હજાર રૂપિયા તોલું, 50 હજાર તોલું અને 1 લાખ રૂપિયા તોલું. સોનાનો ભાવ વધવાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યાં છે અને મીમ બનાવી રહ્યાં છે.

શક્તિ કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ છેલ્લે વર્ષ 2023માં બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More