Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર, ટિકિટ વગર સિંગાપોર ફરવાનો ચાન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જેટલી જુની થઈ રહી છે એટલી લોકોને વધારેને વધારે ગમી રહી છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર, ટિકિટ વગર સિંગાપોર ફરવાનો ચાન્સ

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જેટલી જુની થઈ રહી છે એટલી લોકોને વધારેને વધારે ગમી રહી છે. લાંબા સમયથી ટેલિકાસ્ટ થઈ રહેલી આ સિરિયલ દર્શકોમાં આજે પણ એટલી જ લોકપ્રિય છે. લોકોના દિલમાં પોતાનું આ સ્થાન જાળવી રાખવા માટે મેકર્સ પણ વાર્તામાં નવાનવા ટ્વિસ્ટ ઉમેરીને એને રસપ્રદ બનાવી રહ્યા છે. હવે આ સિરિયલના ચાહકો માટે બહુ સારા સમાચાર આવ્યા છે.

fallbacks

Box Office પર હીરો સાબિત થઈ ગલી બોય, સાત દિવસમાં કરી છપ્પરફાડ કમાણી 

ટેલિચક્કરના એક રિપોર્ટ પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ વિદેશમાં શૂટિંગની તૈયારી કરી રહ્યા છે અને આ માટે તેમણે સિંગાપોરની પસંદગી કરી છે. મળતી માહિતી પ્રમાણે આવતા મહિને આ શોની સ્ટારકાસ્ટ સિંગાપોર પહોંચશે અને ત્યાંના લોકેશન પર સિરિયલનું શૂટિંગ કરવામાં આવશે. 

હાલમાં આ વિદેશના શૂટિંગના તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આમ, સિરિયલના ચાહકો શોના માધ્યમથી સિંગાપોર ફરવાની મજા માણી શકશે. કોઈપણ પ્રકારની ટિકિટનો ખર્ચ કર્યા વગર ઘરના સોફામાં બેઠાબેઠા સિંગાપોર ફરી શકશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More