Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...

જલ્દી જ રિલીઝ થનારી ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newws)ના પ્રમોશન દરમિયાન અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) અને દિલજીત દોસાંજ (Diljit Dosanjh) હાલ અલગ અલગ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરતા નજરે ચઢે છે. અક્ષય કુમાર અને દિલજીત દોસાંજે લેબર પેન ટેસ્ટના માધ્યમથી મહિલાઓને થતી પ્રસવ-પીડાને અનુભવ કર્યો હતો. અક્ષય શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...

અમદાવાદ :જલ્દી જ રિલીઝ થનારી ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newws)ના પ્રમોશન દરમિયાન અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) અને દિલજીત દોસાંજ (Diljit Dosanjh) હાલ અલગ અલગ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરતા નજરે ચઢે છે. અક્ષય કુમાર અને દિલજીત દોસાંજે લેબર પેન ટેસ્ટના માધ્યમથી મહિલાઓને થતી પ્રસવ-પીડાને અનુભવ કર્યો હતો. અક્ષય શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

fallbacks

મોટું કન્ફ્યુઝન : એક્ટિવા ચાલકને કોને ટક્કર મારી...ફોર્ચ્યૂનર કારમાં સવાર નબીરાએ કે પછી BRTS બસે...?

આ વીડિયોમાં અભિનેતા દિલજીત દોસાંજની સાથે લેબર પેન ટેસ્ટ આપતા નજરે ચઢ્યા છે. વીડિયોમાં ડોક્ટર તેમના પેટમાં મશીન સાથે જોડાયેલ તાર લગાવે છે અને તેઓને એ દર્દની અનુભૂતિ કરાવવાનો પ્રયત્ન કરે છે, જે એક મહિલાને પ્રસવ દરમિયાન થાય છે. જુઓ આ વીડિયો...

જેમ ડોક્ટર દર્દની તીવ્રતા વધારી દે છે તેમ બંને સ્ટાર્સ પીડાથી એવા બૂમબરાડા પાડી ઉઠે કે ન પૂછો વાત...

અક્ષય કુમારે પોસ્ટની કેપ્શનમાં લખ્યું કે, ‘દિલજીત દોસાંજ અને મેં લેબર પેન અનુભવ કર્યો. ગુડ ન્યૂઝ.... માતાઓને થતા અનુભવમાં આવતી પીડાને સમજવામાં મારી અને દિલજીતની એક નાનકડી મુસાફરી. તમામ માતાઓને દિલથી મારું સન્માન છે...’

દિલજીતે પણ આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, આ દુનિયામાં ગુડ ન્યૂઝ થાય છે અને તે માત્ર અને માત્ર તમામ માતાઓને કારણે જ... આભાર... રાજ મહેતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More