નવી દિલ્હી :અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર (Kareena Kapoor Khan), દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી(Kiara Advani) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newws) નું નવુ ધમાકેદાર પાર્ટી સોન્ગ રિલીઝ થઈ ગયું છે. પાર્ટી સોન્ગ ચંદીગઢ મેં (Chandigarh Mein) જબરદસ્ત હીટ છે. આ જબરદસ્ત સોંગની સાંભળતા જ તમે તેના દિવાના થઈ જશો એ ગેરન્ટી. કેમ કે, તેનું મ્યૂઝિક, રૈપ અને કોરિયોગ્રાફી બધુ જ જબરદસ્ત છે.
કુદરત આ પરિવારની લઇ રહ્યું છે કસોટી, સંતાનો સાથે કરવું પડે છે ક્રુર વર્તન... જાણો
ગીતના વીડિયોમાં જ્યાં લાંબા સમય બાદ બેબો સુપરગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે, ત્યાં કિયારા અડવાણીનું કારણ પણ ઓછું નથી. તે કરીનાને જબરદસ્ત ટક્કર આપી રહી છે. તો આ બંને ગ્લેમરસ ગર્લ્સની સાથે અક્ષય કુમાર અને દિલજીત દોસાંજની સ્ટાઈલ પણ કંઈ ઓછી નથી. આ રીમિક્સ સોન્ગના જમાનામાં આ ગીત બહુ જ અલગ લાગી રહ્યું છે. જુઓ આ ગીત...
જ્યાં મ્યૂઝિક લવર્સ આ ગીતને જોઈને તેના પર થિરકતા જોવા મળી રહ્યાં છે. ત્યાં બાદશાહ (Badshah) અને હાર્ડી સિંધુ (Harrdy Sandhu) ના રૈપએ તેને વધુ ધમાકેદાર બનાવ્યું છે. આ જબરદસ્ત ગીતને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. તો ફિમેલ સિંગર્સ લીસા મિશ્રા (Lisa Mishra) અને અસીમ કૌરે (Asees Kaur) પણ આ ગીતને અવાજ આપીને ગજબ જાદુ કર્યો છે.
ગુજરાતના મુખ્ય સચિવ કોણ હશે તેના રહસ્ય પરથી આવતીકાલે ઉઠશે પડદો, જુઓ કોણ કોણ છે રેસમાં...
આ ફિલ્મ કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન તથા ઝી સ્ટુડિયોના બેનર નીચે બની છે. તો રાજ મહેતા તેના ડાયરેક્ટર તરીકે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યાં છે. હીરુ જૌહર, અરુણા ભાટિયા, કરણ જૌહર, અર્પૂવા મહેતા અને શશાંક ખેતાને તેને પ્રોડ્યુસ કરી ચે. આ ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા છે. ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે