Home> Entertainment
Advertisement
Prev
Next

PK Rosy: Google એ આ અભિનેત્રીનું બનાવ્યું ડૂડલ! જેની પહેલી ફિલ્મ રિલીઝ થતા જ લોકોએ બાળી મૂક્યા હતા ઘર

PK Rosy Google Doodle: ગૂગલે આજે પી કે રોઝીના સન્માનમાં ડૂડલ બનાવ્યું છે. તેઓ મલિયાલમ ફિલ્મોમાં પહેલી અભિનેત્રી હતા. આજના દિવસે 1903માં રોઝીનો જન્મ તિરુવનંતપુરમમાં (અગાઉ ત્રિવેન્દરમ, કેરળની રાજધાની) માં રાજમ્મા તરીકે થયો હતો. 

PK Rosy: Google એ આ અભિનેત્રીનું બનાવ્યું ડૂડલ! જેની પહેલી ફિલ્મ રિલીઝ થતા જ લોકોએ બાળી મૂક્યા હતા ઘર

PK Rosy Google Doodle: ગૂગલે આજે પી કે રોઝીના સન્માનમાં ડૂડલ બનાવ્યું છે. તેઓ મલિયાલમ ફિલ્મોમાં પહેલી અભિનેત્રી હતા. આજના દિવસે 1903માં રોઝીનો જન્મ તિરુવનંતપુરમમાં (અગાઉ ત્રિવેન્દરમ, કેરળની રાજધાની) માં રાજમ્મા તરીકે થયો હતો. એક્ટિંગ માટે રોઝીનું જૂનુન નાની ઉંમરથી જ શરૂ થઈ ગયું હતું. 

fallbacks

એક એવા યુગમાં જ્યારે સમાજના અનેક વર્ગોમાં પરફોર્મિંગ આર્ટ્સને અવગણવામાં આવતા હતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે, રોઝીએ મલિયાલમ ફિલ્મ વિગાથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ) માં પોતાની ભૂમિકાની સાથે બાધાઓને પણ તોડી. આજે પણ તેમની કહાની અનેક લોકો માટે પ્રેરણાનું કામ કરે છે. તેમણે પોતાની બાકી જિંદગી ગુમનામીમાં ગુજારવી પડી. એટલી ગૂમનામીમાં કે આજે પણ ગૂગલ પર તેમની ફક્ત એક ધૂંધળી તસવીર છે. ન તો કોઈ ફોટોશૂટ કે ન તો વીડિયો, કઈ જ નહીં. 

પી કે રોઝી વિશે કેટલીક માહિતી ખાસ જાણો....

- પી કે રોઝી 1928માં એક સાઈલન્ટ મલિયાલમ ફિલ્મ વિગાથાકુમારનની લીડ ફીમેલ હતા

- તેઓ મલિયાલમ સિનેમાના પહેલા અભિનેત્રી અને ભારતીય સિનેમાના પહેલા દલિત અભિનેત્રી હતા. 

- ફિલ્મમાં રોઝીએ એક નાયર મહિલા સરોજિનીની ભૂમિકા ભજવી હતી. 

શેરશાહ બાદ હવે બાહુબલી ફરશે ફેરા! આ હીરોઈન સાથે લગ્નની વાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં

આ ગુજરાતી મોડલનો વીડિયો જોશો ઉર્ફીને ભૂલી જશો, ઇન્ટરનેટ પર મચાવી રહ્યો ધૂમ

એરપોર્ટ પર સારાને લોકોએ ઘેરી લીધી, સેલ્ફી લેવા પડાપડી, એક મહિલાએ ખોટી રીતે કર્યું ટચ

- જ્યારે  ફિલ્મ રિલીઝ થઈ તો એક સમુદાયના સભ્ય કથિત રીતે એક દલિત મહિલાને ચિત્રિત કરવા બદલ આક્રોશમાં હતા. 

- તેમના ઘરને કથિત રીતે ઉચ્ચ જાતિઓ દ્વારા બાળી મૂકવામાં આવ્યું હતું. 

- પોતાનો જીવ બચાવવા માટે રોઝી કથિત રીતે એક ટ્રકમાં ભાગી ગયા જે તામિલનાડુ જઈ રહ્યો હતો. ટ્રક ચાલક કેશવન પિલ્લાઈ સાથે તેમણે લગ્ન કરી લીધા અને પોતાનું આખું જીવન રાજમ્મલ તરીકે વિતાવ્યું. 

- તેઓ ક્યારેય પ્રસિદ્ધિ માટે સામે ન આવ્યા અને તેની જગ્યાએ અભિનયના પોતાના ભૂતકાળથી અલગ રહ્યા. 

- મલિયાલમ સિનેમામાં અભિનેત્રીઓના એક સમાજે પોતાને પી કે રોઝી ફિલ્મ સોસાયટીનું નામ આપ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More