Home> Entertainment
Advertisement
Prev
Next

Guess The Price! રણવીર સિંહના આ લુકની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ...

આમ તો રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટનિંગ લુક્સ અને પચરંગી સ્ટાઇલથી હમેશા લોકોને હેરાન કરી નાખે છે. પરંતુ આ વખતે રણવીરના આ ડ્રેસની કિંમત લોકોના હોશ ઉડી જશે

Guess The Price! રણવીર સિંહના આ લુકની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ...

નવી દિલ્હી: આમ તો રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટનિંગ લુક્સ અને પચરંગી સ્ટાઇલથી હમેશા લોકોને હેરાન કરી નાખે છે. પરંતુ આ વખતે રણવીરના આ ડ્રેસની કિંમત લોકોના હોશ ઉડી જશે. તેના આ નવા બર્બેરી લુક (Burberry Look) સોશિયલ મીડિયામાં ધમાલ મચાલી રહ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- ‘એક ચુમ્મા તો બનતા હૈ’: રિલીઝ થયું હાઉસફૂલ-4નું પહેલું સોન્ગ, જુઓ Video

બોલીવુડ અભિનેતા રણવીર સિંહે તેના લાખો રૂપિયા કિંમતના માથાથી પગ સુધી બર્બેરી લુકથી સોશિયલ મડિયા પર છવાયેલો છે. ફેશન ઉપર ઉદાર વિચારો માટે જાણીતા રણવીરનો આ ફોટો ફેશન ડિઝાઇનર નીતાશા ગૌરવે શેર કર્યો છે. નિતાશાના શેર કરતાની સાથે જ તસવીર ચર્ચાઓમાં આવી છે. આ તસવીરમાં રણબીર સિંહના બર્બેરી ટી-શર્ટ અને એક ઉપર બોમ્બર જેકેટ, ટ્રેક પેન્ટ્સ અને સ્નિકર્સ પહેરેલું જોઇ શકાય છે.

આ પણ વાંચો:- મેડ ઇન ચાઇના : સનેડો ગીતમાં દેખાઇ રાજકુમાર રાવ અને મૌની રોયની જોરદાર કેમેસ્ટ્રી

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમના જણાવ્યા અનુસાર, રણવીરની મોનોગ્રામ સ્ટ્રિપ ટી-શર્ટની કિંમત 33,177 રૂપિયા છે. મોનોગ્રામ બોમ્બર જેકેટની કિંમત 39,312 રૂપિયા છે. મનોગ્રામ ટ્રેક પેન્ટ્સની કિંમત 51, 480 રૂપિયા અને મોનોગ્રામ સ્નીકર્સની કિંમત 33,177 રૂપિયા છે. આ હિસાબથી પદ્માવતના અભિનેતા કુલ 2,11,146 રૂપિયા કિંમતના કપડા પહેર્યા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@moschino @carrera @franckmuller_geneve

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ પણ વાંચો:- 'શોલે'ના 'કાલિયા'તરીકે જાણિતા વિજૂ ખોટેનું હાર્ટ એટેકથી નિધન

આ પહેલી વખત નથી થયું, જ્યારે રણવીરે તેના ડ્રેસિંગ સ્ટાઇલના કારણે ચર્ચામાં આવ્યો હતો. 33 વર્ષીય સ્ટારે પહેલા પણ તેના મારિયો પોશાકને લઇને ઘણો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે વર્કફ્રંટની વાત કરીએ, રણવીર સિંહ ટૂક સમયમાં તેની આગામી ફિલ્મ ‘83’માં જોવા મળશે. લગ્ન બાદ પહેલી વખત આ ફિલ્મમાં પત્ની દિપીકા પાદુકોણની સાથે સ્ક્રીન શેર કરશે.

જુઓ Live TV:-

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More