Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના દરેક પાત્રોને ચાહકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યાન નાયકનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું. નટુકાકાના પાત્રમાં કોણ આવશે તેની લોકોમાં ખૂબ ચર્ચા હતી આ જે એક વર્ષ પછી અસિત મોદી સિરિયલમાં નવા નટુકાકા લઈને આવ્યા છે.
કોણ છે નવા નટુકાકા?
નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. તેઓ પોતાના મિત્રવર્તુળમાં 'કેબી' તરીકે લોકપ્રિય છે. કિરણ ભટ્ટ થિયેટરના કલાકાર છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. 2019માં કિરણ ભટ્ટે 'વેવાઈ V/S વેવાઈ' ડિરેક્ટ કર્યું હતું. હાલમાં તેમનું ડિરેક્ટ કરેલું નાટક 'સગપણ તને સાલમુબારક'ના શો ચાલે છે.
વીડિયો શેર કરી અપાઈ જાણકારી:
અસિત મોદીએ એક વીડિયો શૅર કર્યો જેમાં કહ્યું કે, ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે એટલે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને મિસ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા મોકલ્યા છે.
અસિત મોદીની દર્શકોને વિનંતી:
અસિત મોદીએ આ વીડિઓમાં નવા નટુકાકાને મળાવ્યા. તેઓ દર્શકોને વિનંતી કરી કે આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો. તેમનાથી નાની-મોટી ભૂલ થાય તો માફ કરજો. તેમને આશા છે કે આ નવા નટુકાકા સિરિયલમાં ખરા ઊતરશે.અસિત મોદીએ છેલ્લે કહ્યું હતું, 'કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે, પરંતુ પાત્ર ક્યારેય બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે