Home> Entertainment
Advertisement
Prev
Next

બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર

લાંબી રાહ જોયા બાદ આખરે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ગુલાબો અને સિતાબો (Gulabo Sitabo) ના ટ્રેલરે રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી છે. 2 મિનીટ 41 સેકન્ડના આ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લૂક અને અંદાજ જોવા જેવો બને છે. શુજીત સરકારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 

બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર

ઝી મીડિયા/બ્યૂરો :લાંબી રાહ જોયા બાદ આખરે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ગુલાબો અને સિતાબો (Gulabo Sitabo) ના ટ્રેલરે રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી છે. 2 મિનીટ 41 સેકન્ડના આ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લૂક અને અંદાજ જોવા જેવો બને છે. શુજીત સરકારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 

fallbacks

GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા 

અમિતાબ બચ્ચને સૌનું ધ્યાન ખેંચ્યું
ટ્રેલરની સૌથી રસપ્રદ બાબત એ છે કે, અમિતાભ બચ્ચનનો લુક અને તેમનો અંદાજ. આ લૂકમાં અમિતાભ બચ્ચનને ઓળખી શકવા મુશ્કેલ બની રહ્યું છે. વૃદ્ધના રોલમાં પોતાની હવેલી સાથે તેમનો પ્રેમ અને આયુષ્યમાન ખુરાના સાથેની તેમની નોંકઝોક તમને આ ફિલ્મમાં બહુ જ પસંદ આવશે. 102 નોટ આઉટ ફિલ્મમાં તમે અમિતાભ બચ્ચનને વૃદ્ધના રોલમાં જોયા હશે, પરંતુ આ ફિલ્મમાં તો તેમનો અભિનય હકીકતમાં કાબિલે-તારીફ છે. 

ઋષિમુનીઓ કરતા એવી આધ્યાત્મિક શક્તિથી ગીરના જંગલમાં થાય છે ખેતી 

પહેલીવાર પડદા પર દેખાઈ આયુષ્યમાન-અમિતાભની જોડી
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના બંને બોલિવુડના શાનદાર એક્ટર છે. આ જોડી પહેલીવાર પડદા પર એકસાથે નજર આવનારી છે. ગુલાબો સિતાબોમાં બંનેની નોંકઝોક અને કેમેસ્ટ્રી જોવા જેવી છે. દર્શકો આ જોડી માટે લાંબા સમયથી ઉત્સાહિત છે અને ફિલમની આ જોડી શાનદાર બની રહેશે. 

આ ફિલ્મનું ટ્રેલર પર તમને જકડી રાખે તેવુ છે. ફિલ્મના લોકેશન એટલા દમદાર નથી, પરંતુ કહાની, નિર્દેશન અને પાત્રના અભિનય જરૂર શાનદાર હશે તેવુ ટ્રેલર જોઈને લાગે છે. 

ટ્રેલરમાં શું ખામી છે 

ફિલ્મમાં કોઈ સારી એક્ટ્રેસ જોવા મળી નથી રહી. ગ્લેમરના નામ પર તમને આ ફિલ્મમાં કંઈ જ જોવા નહિ મળે. અમિતાભ બચ્ચનનો હવેલી પ્રેમ અને આયુષ્યમાન વચ્ચેના તેમના ઝઘડા પર આખી ફિલ્મ આધારિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More