Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોને એક પછી એક કલાકારો છોડી રહ્યા છે અને નવા કલાકારોની એન્ટ્રી થઈ રહી છે. જે કલાકારો શોને છોડી ચૂક્યા છે તેઓ મેકર્સની પોલ ખુલ્લી પાડી રહ્યા છે. આ લિસ્ટમાં હવે સોઢીનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહનું નામ પણ આવી ગયું છે. થોડા દિવસો પહેલા અચાનક જ ગુરુચરણ સિંહ ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ ખબર એવી સામે આવી છે કે ગુરુચરણ સિંહ સોઢી પર કરોડો રૂપિયાનું કરજ થઈ ગયું છે. આ સિવાય તાજેતરમાં જ તે આસિક મોદીની ઓફિસની બહાર પણ જોવા મળ્યા હતા. ચર્ચા છે કે તેને શોમાં પાછું આવવું છે પરંતુ મેકર્સને હવે તેનામાં ઇન્ટરેસ્ટ નથી.
આ પણ વાંચો: 'હું હજી પરિણીત છું..' ઐશ્વર્યા સાથે છૂટાછેડાની વાત પર અભિષેક બચ્ચને આપી પ્રતિક્રિયા
આ તમામ ઘટનાઓ પછી ગુરુચરણ સિંહ સોઢીએ પહેલી વખત તારક મહેતા શોમાં તેની પત્નીનો રોલ ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો સપોર્ટ કર્યો છે. ગુરુચરણે જણાવ્યું છે કે કેવી રીતે મેકર્સે વર્ષો પહેલાં તેને જણાવ્યા વિના જ તેને રિપ્લેસ કરી દીધો હતો. તેની પાછળનું કારણ પણ ગુરુચરણને જણાવ્યું અને મેકર્સની પોલ ખોલી હતી.
આ પણ વાંચો: એક્ટર સાથે ઈંટીમેટ સીન કરવા શા માટે તૈયાર થઈ ઐશ્વર્યા ? કિસિંગ સીન પર કર્યો ખુલાસો
એક મુલાકાત દરમિયાન ગુરુચરણે જણાવ્યું હતું કે તારક મહેતા તેના માટે પરિવાર જેવું જ છે. જો તે મેકર્સને પરિવારના સભ્યોની જેમ ન માનતો હોત તો અત્યાર સુધીમાં તેણે ઘણું બધું કહી દીધું હોત. પરંતુ આજ સુધી તેને કહ્યું નહીં. આ સાથે તેણે એક ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે વર્ષ 2012માં મેકર્સે તેને કંઈ પણ કહ્યા વિના રિપ્લેસ કરી દીધો હતો. પરંતુ તેમ છતાં તેણે મેકર્સનો સાથ ન છોડ્યો.
આ પણ વાંચો:Leaked Video: બોલીવુડના 7 સૌથી ચર્ચિત MMS, અભિનેત્રીઓ જોવા મળી આપત્તિજનક સ્થિતિમાં
આ ઘટના અંગે ગુરુચરણે જણાવ્યું હતું કે તેણે તારક મહેતા શોના મેકર્સ સાથે પોતાના કોન્ટ્રાક્ટ અને ફીસ વધારવાની વાત કહી હતી. ત્યાર પછી તે દિલ્હીમાં તેના પરિવાર સાથે હતો અને શોનો એપિસોડ જોઈ રહ્યો હતો. આ એપિસોડમાં ધર્મેન્દ્ર ફિલ્મનું પ્રમોશન કરવા આવવાના હતા. તેથી તે એપિસોડ માટે એક્સાઇટેડ હતો. પરંતુ જ્યારે તેણે આ એપિસોડ જોયો તો તેમાં પોતાને બદલે નવો સોઢી જોવા મળ્યો. તેને પણ આંચકો લાગ્યો હતો કે તેણે જણાવ્યા વિના તેને રિપ્લેસ કરી દેવામાં આવ્યો.
આ પણ વાંચો: Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ..
ગુરુચરણ એ જણાવ્યું કે આ નિર્ણયના કારણે તેના પર ખૂબ જ પ્રેશર રહેતું હતું લોકો સતત તેને પૂછતા હતા કે તેને રિપ્લેસ શું કામ કરી દેવામાં આવ્યો પરંતુ તેની પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો. તેણે ઉમેર્યું હતું કે આવું જ જેનિફર સાથે પણ થયું અને તેને પણ શોમાંથી રિપ્લેસ કરી દેવામાં આવી. થોડા સમય પછી જ્યારે મેકર્સે તેને ફરીથી બોલાવ્યો હતો તેણે શોમાં કામ કરવાનું શરૂ કરી દીધું અને વર્ષ 2020 સુધી કામ કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે