Home> Entertainment
Advertisement
Prev
Next

Happy Birthday Nani: એક ક્લેપ બોયથી મોસ્ટ વર્સેટાઈલ એક્ટર... દર્શકો આતુરતાથી જુએ છે આ ફિલ્મની વાટ

Nani's Birthday: તેલુગુ ફિલ્મ જગતના સુપરસ્ટાર ગણાતા ઘંટા નવીન બાબુ જે નાનીના નામથી ખુબ જ લોકપ્રિય છે તેમનો આજે જન્મદિવસ છે. નેચરલ સ્ટાર નાની આજે 39 વર્ષના થયા. એક ક્લેપ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ ટોલિવૂડના મોસ્ટ વર્સેટાઈલ એક્ટર તરીકે નામના મેળવવી એક મોટી અચિવમેન્ટ છે. 

Happy Birthday Nani: એક ક્લેપ બોયથી મોસ્ટ વર્સેટાઈલ એક્ટર... દર્શકો આતુરતાથી જુએ છે આ ફિલ્મની વાટ

Nani's Birthday: તેલુગુ ફિલ્મ જગતના સુપરસ્ટાર ગણાતા ઘંટા નવીન બાબુ જે નાનીના નામથી ખુબ જ લોકપ્રિય છે તેમનો આજે જન્મદિવસ છે. નેચરલ સ્ટાર નાની આજે 39 વર્ષના થયા. એક ક્લેપ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ ટોલિવૂડના મોસ્ટ વર્સેટાઈલ એક્ટર તરીકે નામના મેળવવી એક મોટી અચિવમેન્ટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાનીએ ક્લેપ ડાઈરેક્ટર જોબ માટે પોતાની રેડિયો જોકીની જોબને પણ છોડી હતી. 2005માં ક્લેપ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. અભિનેતાએ 2008માં ફિલ્મ અષ્ટા ચમ્માથી ડેબ્યુ કર્યું હતું. જેને મોહન ક્રિષ્ના ઈન્દ્રઘંટીએ ડાઈરેક્ટ કરી હતી. નાનીની એક ફિલ્મ હાલ ખુબ ચર્ચામાં છે જેનું નામ છે 'દશહરા'. આ ફિલ્મ પણ અન્ય ફિલ્મોની જેમ ધમાકો કરી શકે છે. 

fallbacks

દશહરા ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે. પોતાના દમદાર અભિનયથી સાઉથ સ્ટાર નાની બધાના મન જીતી લે છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે ફેન્સને મજા પડી ગઈ હતી. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રીકાંત ઓડેલાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં નાની લીડ રોલમાં છે. ફિલ્મ 65 કરોડના બજેટમાં બની છે અને ફિલ્મના ડિજિટલ અને થિયેટર રાઈટ્સ 29 કરોડ અને 49 કરોડ રૂપિયામાં વેચાયા છે. જેનાથી ફિલ્મે રિલીઝ પહેલા જ 12 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. 

24 વર્ષ મોટા સાજિદ ખાનને ડેટ કરે છે આ અભિનેત્રી? અફેરની વાતો પર તોડી ચૂપ્પી

શ્રીદેવીનો મોત પહેલાનો છેલ્લો Photo, જોઈને ફેન્સ થયા ભાવુક

હવે આ ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે રણબીર કપૂર, ફિલ્મ માટે તૈયારી કરી શરુ

ફિલ્મની વાત કરીએ તો ટીઝરમાં જે પ્રમાણે દેખાડ્યું છે કે તેની શરૂઆત વીરલાપલ્લી નામના એક નાનકડા ગામના પરિચયથી થાય છે. જે કોલસાના ઢગલાથી ઘેરાયેલું છે. ટીઝરમાં નાનીના પાત્રને વોઈસઓવરથી દર્શાવવામાં આવ્યું છે. ગામના લોકો દારૂના આદી નથી પરંતુ દારૂ પીવો એ અહીંની પરંપરા છે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More