Home> Entertainment
Advertisement
Prev
Next

Happy Birthday: જેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે તે હેન્ડસમ સુપરસ્ટારના પિતા આજે પણ ચલાવે છે બસ, જાણીને સલામ કરશો

અભિનેતાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. આવો તેના જન્મદિવસે તેના વિશે ખાસ વાતો જાણીએ. 

Happy Birthday: જેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે તે હેન્ડસમ સુપરસ્ટારના પિતા આજે પણ ચલાવે છે બસ, જાણીને સલામ કરશો

Happy Birthday Yash: પડદા પર જ્યારે કેજીએફ ચેપ્ટર 1 રિલીઝ થઈ ત્યારે ફિલ્મની વાર્તા અને એક્શને લોકોને દીવાના બનાવી દીધા અને તેનો લીડ અભિનેતા રાતોરાત દેશમાં પ્રખ્યાત થઈ ગયો. આ હીરો છે રોકિંગસ્ટાર યશ (Yash). આજે યશનો 36મો જન્મદિવસ છે. યશને આજે માત્ર દક્ષિણ ભારતની જ ઈન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ સમગ્ર દેશમાંથી ભરપૂર પ્રેમ મળે છે. લોકો તેની એક ઝલક જોવા માટે કઈ પણ કરી શકે છે. અભિનેતા યશની કન્નડ દર્શકોમાં મોટી ફેન ફોલોઈંગ છે અને તેણે અનેક હિટ  ફિલ્મો સાથે પોતાને એક સ્ટાર તરીકે સ્થાપિત કર્યો છે. તેની છેલ્લી ફિલ્મ KGF જે ઓલ ઓવર ઈન્ડિયા હિટ ફિલ્મ  બની ગઈ. યશે કન્નડ ઈન્ડસ્ટ્રી ઉપરાંત પણ ઘણી ફેમ મેળવી છે અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. આવો તેના જન્મદિવસે તેના વિશે ખાસ વાતો જાણીએ. 

fallbacks

ટીવી શોમાં કર્યું કામ
કન્નડ ફિલ્મ કેજીએફમાં લીડ અભિનેતાની ભૂમિકા ભજવનારા યશનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકના હાસન જિલ્લાના એક ગામ ભુવાનાહલ્લીમાં થયો હતો. તેનું બાળપણનું નામ નવીનકુમાર ગૌડા છે. યશ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. યશનું બાળપણ મૈસૂરમાં વીત્યું. અહીં તેણે મહાજન હાઈ સ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધુ. અબ્યાસ બાદ તરત તે બિનાકા નાટક મંડળીમાં જોડાઈ ગયો હતો. ત્યારબાદ જાણીતા ડ્રામિસ્ટ B.V Karnath એ બનાવેલા બેનકા ડ્રામાના ગ્રુપમાં તેણે ભાગ લીધો, પોતાની કરિયારની શરૂઆત Nanda Gokula નામની કન્નડ સિરિયલ સાથે કરી હતી. ત્યારબાદ તેણે અનેક ટીવી શોમાં કામ કર્યું. 

fallbacks

પિતા આજે પણ ચલાવે છે બસ
બહુ ઓછા લોકો જાણતા હશે કે યશ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. યશના પિતા અરુણકુમાર જે KSRTC ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કામ કરતા હતા ત્યારબાદ તેઓ BMTC ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવરની નોકરી કરવા લાગ્યા. આજે પણ યશના પિતા બસ ચલાવે છે. તેમનું માનવું છે કે આ કામના કારણે જ તે યશને આટલો મોટો બનાવી શક્યા આથી તેઓ આ નોકરી ક્યારેય છોડશે નહીં. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

શોમાં કામ કરતા જ પ્રેમ થયો અને લગ્ન કર્યા
9 ડિસેમ્બર 2016ના રોજ યશે રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા. બંનેના યથાર્વ નામનો પુત્ર અને આર્યા નામની પુત્રી છે. યશની રાધિકા સાથે મુલાકાત યશની પહેલી સીરિયલ નંદા ગોકુલાના સેટ પર થઈ હતી. બંનેએ શોમાં સાથે કામ કર્યું અને ત્યાંથી તેમના પ્રેમની શરૂઆત થઈ અને એક બીજાનો સાથ બંનેએ હંમેશા માટે અપનાવી લીધો. અત્રે જણાવવાનું કે યસે પોતાના લગ્નના રિસેપ્શનમાં કર્ણાટકની આખી જનતાને ઈન્વાઈટ કરી હતી. યશ બહુ જલદી 'કેજીએફ ચેપ્ટર 2'માં જોવા મળશે. ફેન્સ તેની આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More