Home> Entertainment
Advertisement
Prev
Next

હેપ્પી હાર્ડી એન્ડ હીર અને શિકારા ફિલ્મના ટ્રેલર થયા રિલીઝ, કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મનું ટ્રેલર તમને રડાવી દેશે

બોલિવુડના અનેક નવી ફિલ્મોના ટ્રેલર હાલ ધડાધડ રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે એકસાથે બે ફિલ્મોના ટ્રેલર સામે આવ્યા છે. બોલિવુડ એક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ (Happy Hardy and Heer) નું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ કર્યો છે. તો સાથે જ કાશ્મીર પર આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.

હેપ્પી હાર્ડી એન્ડ હીર અને શિકારા ફિલ્મના ટ્રેલર થયા રિલીઝ, કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મનું ટ્રેલર તમને રડાવી દેશે

અમદાવાદ :બોલિવુડના અનેક નવી ફિલ્મોના ટ્રેલર હાલ ધડાધડ રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે એકસાથે બે ફિલ્મોના ટ્રેલર સામે આવ્યા છે. બોલિવુડ એક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ (Happy Hardy and Heer) નું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ કર્યો છે. તો સાથે જ કાશ્મીર પર આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.

fallbacks

હેપ્પી હાર્ડી હીર
આ ટ્રેલર રિલીઝ થતા જ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મમાં હિમેશ રેશમિયા ડબલ રોલમાં છે. બંને એક જ યુવતીને પ્રેમ કરી બેસે છે, આ પ્રેમની લડાઈમાં કોની જીત થાય છે, તે તો ફિલ્મ જોયા બાદ જ માલૂમ પડશે. ટ્રેલરમાં હેપ્પી એટલે કે સરદારજીના ગેટઅપમાં હિમેશ છે, જ્યારે કે હાર્ડી બનીને બીજો હિમેશ સ્માર્ટ લાગે છે. આ ફિલ્મનું ગીત ‘તેરી મેરી કહાની’ પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચૂક્યું છે. કારણ કે, આ ગીત હિમેશ રેશમિયાએ રાનુ મંડલ પાસેથી ગવડાવ્યું છે. ફિલ્મમાં મ્યૂઝિક તો હિમેશ રેશમિયાએ જ આપ્યું છે. ફિલ્મનું ડિરેક્શન રાકાએ કર્યું છે. હિમેશની આ ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. 

શિકારા
આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર બનેલી છે, જેને વિધુ વિનોદ ચોપરા(Vidhu Vinod Chopra) એ ડાયરેક્ટ કરી છે. હાલ જેએનયુમાં જે પ્રકારે હિંસા થઈ છે તે જોતા શિકારા (Shikara) નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. ટ્રેલરની શરૂઆત પતિ-પત્નીના શાયરાના અંદાજ સાથે થાય છે, ત્યારે જ બળતુ ઘર બતાવાય છે. કાશ્મીરી પંડિતો પર હુમલા થાય છે, તેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. આમ, કાશ્મીરી પંડિતો પોતાના જ ઘરમાં શરણાર્થી બની જાય છે. રસ્તા પર રખડતા કાશ્મીરી પંડિત પોતાના મખમલી પથારી છોડીને રસ્તા પર સૂઈ જવા મજબૂર થઈ જાય છે. ટ્રેલરમાં વિધુ વિનોદ ચોપરા કાશ્મીરી પંડિતોનુ દર્દ બતાવવામાં સફળ થયા છે. ટ્રેલર બહુ જ શાનદાર છે. ફિલ્મમાં સાદિયા અને આદિલ ખાન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવુડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More