Hema Malini Lived In A Haunted House: 70 થી 80 ના દાયકામાં બોલીવુડ પર રાજ કરનારા અને તે દૌરના સુંદર અભિનેત્રીની યાદીમાં ટોપ ગણાનારા હેમા માલિનીએ સાઉથ સિનેમાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. 40 વર્ષની કરિયરમાં હેમા માલિનીએ લગભગ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમને આજે પણ ઈન્ડસ્ટ્રીમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.
જો કે અભિનેત્રી ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણમાં પણ સારું એવું નામ કમાઈ ચૂક્યા છે. પરંતુ આજે પણ તેમના જીવનના અનેક એવા કિસ્સા છે જેનાથી ફેન્સ અજાણ છે. આવો જ એક કિસ્સો તેમની પહેલી હિન્દી ફિલ્મ સપનો કા સોદાગર સમયે થયો હતો. જેના વિશે અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. વાત જાણે એમ હતી કે અભિનેત્રીએ વર્ષ 1968માં આ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારે તેમણે પોતાનું ચેન્નાઈનું ઘર છોડીને મુંબઈ આવવું પડ્યું. જ્યાં તેમની સાથે ઘટેલી આ ઘટનાને તેઓ જીંદગીભર ભૂલાવી શક્યા નથી.
ભૂતિયા ઘરમાં અજીબ ઘટનાઓ
વર્ષ 2018માં આપેલા એક ઈન્ટરવ્યુમાં હેમા માલનીએ જણાવ્યું હતું કે દર રાતે સૂતી વખતે તેમને લાગતું હતું કે કોઈ ગળું દબાવે છે. તે સમયે તે માતા સાથે સૂતી હતી. હેમાએ જણાવ્યું હતું કે મને આજે પણ યાદ છે કે જ્યારે સુબોધ મુખર્જીએ મને અભિનેત્રી ફિલ્મ માટે સાઈન કરી હતી ત્યારે તે સમયે હું સપનો કા સૌદાગર ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. તે સમયે અમે અનંતસ્વામીના ઘરેથી બાન્દ્રાના માનવેન્દ્ર એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા. આ નાનકડો ફ્લેટ હતો. ભાનુ અથૈયા તેમાં ડ્રેસ ટ્રાયલ માટે આવતા હતા. ફાઈનલી અમે જૂહુના એક બંગલામાં શિફ્ટ થયા. આ ઘર હોન્ટેડ નિકળ્યું હતું. એ વાતનો ખુલાસો હેમાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
છોડવું પડ્યું કરોડોનું ઘર
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે તે બંગલામાં શિફ્ટ થયા બાદ રાતે મારી સાથે અજીબ ઘટનાઓ ઘટવા લાગી હતી. મને એવું લાગતું હતું કે જાણે કોઈ મારું ગળું દબાવતું હોય. મારા શ્વાસ રૂંધાઈ રહ્યા હતા અને મોટાભાગે અડધી રાતે મારી આંખ ખુલી જતી હતી. હું આ ચીજથી એટલી ડરી ગઈ હતી કે મારી મા સાથે સૂતી હતી. પરંતુ આમ છતાં આ બધી પરેશાનીઓમાં કોઈ બદલાવ આવ્યો નહીં. હેમાએ વધુમાં કહ્યું હતું કે તેઓ આ ચીજોથી એટલા હારી ગયા હતા કે તેમણે એ બંગલો છોડવો પડ્યો અને નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. જ્યાં તેમને શાંતિથી ઊંઘ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે